મકાઈના દાણાને કુકરમાં 2-3 સિટી કરીને બાફી લેવા અને પછી તેને અધકચરા ક્રશ કરી ચણાના લોટમાં મિક્સ કરી તેમાં ટમેટાં, કેપ્સીકમ, લીલાં મરચાં, લીલા ધાણા, હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી પાણી ઉમેરી માપસરનું ઘટ્ટ કરી લેવું.
એક નોનસ્ટીક પેનમાં 2-3 ચમચી તેલ લગાવીને પેન ગરમ થાય એટલે બનાવેલ ઘટ્ટ રાબડું પાથરીને આજુબાજુ તેલ નાંખીને 1-2 મિનિટ ચડવા દેવો પછી ઊથલાવીને 1-2 મિનિટ બીજી સાઇડ ચડવા દેવો.
આમ પૂડલાં તૈયાર છે. આ મકાઈના પૂડલાંને ટમેટાંના સોસ સાથે પીરસી શકાય.