સૌ પ્રથમ મકાઈનો લોટ અને ચોખાનો લોટ લઈ તેને ચાળીને તપેલીમાં ભરી લો.
હવે એ જ તપેલીથી માપીને પાણી લો. (લોટનું માપ છે એનાથી ડબલ પાણી લેવું)
પાણી ઊકળવા મૂકો પછી તેમાં મીઠું, અધકચરો વાટેલો અજમો, જીરું, લીલામરચાં અને સાબુદાણા નાંખો.
પાંચેક મિનિટ ઉકળે એટલે પાપડ ખારો નાખવો.
લોટ નાખતા પહેલા ફૂલ આંચે પાણીને 10-15 મિનિટ સુધી ઉકાળવું.
પાણી ઉકળે પછી તેમાં ધીમે-ધીમે મિક્સ કરેલા બંને લોટ નાખતા જવું, અને વેલણની મદદથી હલાવતા જવું, લોટની ગોળીઓ ન રહે તેની ખાસ કાળજી રાખવી, સરસ રીતે મિક્સ કરી લેવું.
હવે આ લોટને ફરી બાફવાનો છે. મુઠીયા જેવા મોટા ગોળા બનાવી લો (પાણીવાળો હાથ કરતા જવું જેથી લોટ હાથે ચોંટે નહીં અને ગરમ ન લાગે)
ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાંથી વરાળ આવવાની શરૂ થાય એટલે તૈયાર કરેલા ગોળા તેમાં 10-15 મિનિટ માટે ફૂલ આંચે બાફી લો.
હવે બાફેલાં ગોળા એક પ્લાસ્ટિકની જાડી થેલી પર લઈ અને થોડું તેલ ઉમેરી 4-5 મિનિટ મસળી લો.
મસળેલા લોટમાંથી રોટલીના લુવા જેટલા નાના લુવા બનાવી ઢાંકીને મૂકો જેથી ઠંડા ના થઈ જાય.
પાપડના મશીનમાં બન્ને બાજુ પ્લાસ્ટિક અને વચ્ચે લુવા મૂકી દબાવી લેવું.
પાપડને કોટનના કાપડ પર મધ્યમ તાપમાં ૧ દિવસ અને ઓછા તાપમાં ૨ દિવસ સુકવવા.
લગભગ બે દિવસમાં પાપડ સુકાઇને તળવા કે શેકવા માટે તૈયાર થઈ જશે.