મકાઈનાં ઢોકળાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Makaina Dhokla
Home
Recipe
Makaina Dhokla
Makaina-Dhokla
Farsan
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મકાઈ – 4 નંગ
સોજી – 500 ગ્રામ
દહીં – 2 કપ
આદું- મરચાંની પેસ્ટ – 2 ટી સ્પૂન
લીંબુનો રસ – 2 ટી સ્પૂન
ઇનો – 2 પાઉચ અથવા સોડા– 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
સફેદ તલ – 4 ટી સ્પૂન
રાઈ – 2 ટી સ્પૂન
લીમડાનાં પાન – 15-20 નંગ
કોથમીર – 5 ટી સ્પૂન
તેલ – જરૂરિયાત મુજબ
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
મકાઈનાં ઢોકળાંના બેટર માટેની રીત :
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં સોજી લઈ તેમાં દહીં, આદું- મરચાંની પેસ્ટ, હળદરને મિક્સ કરવું.
પછી તેમાં અડધો કપ ગરમ પાણી નાંખી તેમાં તેલ ઉમેરી તેને ઢાંકી સાઇડ પર મૂકવું.
જેવા ખાટા કરવા હોય એ પ્રમાણે આથો આવવા દેવો (6 થી 8 કલાક).
ખાટા ન કરવા હોય તો 2-3 કલાક માં પણ બનાવી શકાય.
રીત:
કાચી મકાઈને છીણી લેવી પછી તેને બેટરમાં નાંખી મિક્સ કરવું.
ઢોકળાંની થાળી લઈ તેમાં તેલથી ગ્રીસ કરવી.
ગેસ પર ઢોકળાં મેકર/ઢોકળીયું મૂકી 2 ગ્લાસ પાણી નાખવું.
બેટરમાં સફેદ તલ અને 1 ટી સ્પૂન ઇનો/સોડા, લીંબુનો રસ નાંખી તેમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાંખી મિક્સ કરવું.
પછી તરત જ ગ્રીસ કરેલી થાળીમાં નાંખી દેવું.
બેટર ઉપર તલ ઉપરની બધી બાજુ નાખવા.
પછી ઢોકળાં મેકરમાં થાળી મૂકી 10-15 મિનિટ પછી બની જાય એટલે કાઢી તેને છરીથી પીસ કાપી લેવા. આવી રીતે બાકીના ઢોકળાં બનાવી લેવા.
તડકા (વઘાર) માટે:
વઘાર માટેના લોયામાં/વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, સફેદ તલ, લીલાં મરચાં સમારેલા,લીમડાનાં પાન નાંખી વઘારને ઢોકળાં પર નાંખી કોથમીર નાખવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day