મગની દાળને 2-3 કલાક પાણીમાં પલાળી રાખો પછી તેને અધકચરી પેસ્ટ કરી નાંખો.
પછી તે પેસ્ટમાં હળદર, આદું- મરચાંની પેસ્ટ, લીલાં ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી દો.
પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી માપસરનું ઘટ્ટ કરી તેના પૂડલાં બને તેવું રાબડું બનાવી લેવું.
હવે એક નોન-સ્ટીક પેન ગેસ પર મૂકી તેમાં 2-3 ચમચી તેલ લગાવી દેવું પછી રાબડું પાથરી 1-2 મિનિટ ચડવા દેવું. અને જરૂર પડે તો આજુબાજુ તેલ નાખવું પછી ઊથલાવીને બીજી સાઇડ 1-2 મિનિટ તળવા/શેકવા દેવા.