સૌ પ્રથમ એક મોટા બાઉલમાં માખણ અને ખાંડનું મિશ્રણ લો.
2 મિનિટ માટે અથવા મિશ્રણ ક્રીમી ન થાય ત્યાં સુધી હલાવો.
હવે ઘઉંનો લોટ/મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળવું.
નારિયેળ છીણ ઉમેરો.
માખણ અને ખાંડના મિશ્રણની અંદર લોટ ઉમેરી હલાવો.
તદુપરાંત, દૂધ અને વેનીલા એસેન્સ ઉમેરો. અને પછી આ મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યાં સુધી મસળો.
કૂકી કણક તૈયાર છે, હવે 30 મિનિટ માટે રેફ્રિજરેટર મૂકો.
એક નાના સહેજ સપાટ અને ચપટા ગોળા કુકીજ આકરના તૈયાર કરો.
કુકરની અંદર મીઠું કે રેતી ઉમેરી 10 મિનિટ પ્રિહિટ કરો
વચ્ચે થોડી જગ્યા રહે તેમ બિસ્કિટને પ્લેટમાં ગોઠવવા.
કુકરના ઢાંકણને ઢાંકીને મધ્યમ, ધીમી આંચ પર 15 મિનિટ સુધી બેક થવાદો. અથવા એના વૈકલ્પિક રીતે પ્રીહીટેડ ઓવેનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરો.