Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Khaja
Home
Recipe
Khaja
Khaja
Mistan
Cooktime
1 થી 1:15 કલાક
🥕 Ingredients
મેંદો – 1 ½ કપ
મોણ માટે તેલ – 3 ટેબલસ્પૂન
મેંદો – 2 ચમચી(અટામણ માટે)
તળવા માટે તેલ
પાણી – જરૂર મુજબ
ખાંડ – 1 કપ
🍕 Recipe
એક બાઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં તેલ મિક્સ કરી બરાબર મોણ આપવું.
ખાજામાં મૂઠી પડતું મોણ હોય તો જ સારા લાગે છે.
અને તેલ ઓછું પડતું હોય તો એક ચમચી ઉમેરી શકો છો.
હવે તેમાં થોડું-થોડું પાણી નાખતા જઈ લોટ તૈયાર કરો.
કડક પણ નહીં અને નરમ પણ નહીં એવી રીતે લોટ બાંધી 2-3 મિનિટ મસળી પછી 15 મિનિટ ઢાંકી રાખો.
હવે એક તપેલીમાં ખાંડ અને અડધું પાણી લઈ ગેસ પર ધીમી આંચે ચાસણી બનાવવી.
ચાસણી એક તારની બનાવવી માટે ચેક કરતી વખતે એક તાર પડે તો ચાસણી તૈયાર છે.
હવે બાંધેલા લોટને ફરીથી થોડીવાર મસળી સ્મૂથ કરો.
ત્યારબાદ રોટલી સાઇઝના લૂવા બનાવી અટામણ(કોરો મેંદો) સાથે રોટલી વણવી.
પછી રોટલી પર તેલ લગાવી કોરો લોટ ભભરાવવો.
હવે હાથથી સ્પ્રેડ કરી દઈ તેની ઉપર બીજી રોટલી મૂકવી એમ ઉપરા ઉપર પાંચ રોટલી મૂકવી.
પછી એક સાઇડથી બધી જ રોટલીને વચ્ચે હવા ન રહે એ રીતે રોલ વાળવો.
રોલ વાળતી વખતે બધી રોટલીના છેડા ભેગા કરી બરાબર પાણી લગાવવું જેથી પડ છૂટા ન પડે.
ત્યારબાદ તેના અડધા ઇંચ જેટલા એકસરખા લૂવા પાડવા.
પછી એક લૂવાને લઈને લાંબો શેપ આપવા માટે હળવા હાથે વજન આપવો.
પછી સામાન્ય ગરમ તેલમાં ધીમી ફ્લેમ પર તળવાના છે.
ધીમી આંચ પર ફ્રાય કરવું એટલે લેયર્સ છૂટા પડવા માંડશે.
ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના તળવા.
બનાવેલ ચાસણીને ઠંડી થઈ ગઈ હોય તો ગરમ કરી લેવી.
ખાજા ઠંડા પડી જાય એટલે વારાફરતી ચાસણીમાં ડૂબાડતા રહેવું અને થોડીવાર પછી કાઢતા રહેવું.
તૈયાર છે સ્વીટ ખાજા.
ખાજા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day