એક નાના બાઉલમાં કેસર અને ગરમ દૂધ ભેગું કરી બરાબર મિક્સ કરીલો. એક બાજુ રાખો.
એક બાઉલમાં ઘી અને ખાંડને બરાબર ક્રીમી થાય ત્યાં સુધી મિક્સ કરો.
કેસર–દૂધનું મિશ્રણ, ઇલાયચી પાઉડર નાંખો અને એક ચમચાનો ઉપયોગ કરીને ખૂબજ સારી રીતે મિક્સ કરો.
તેમાં લોટ ઉમેરો અને દૂધ નાંખો અને નરમ કણક બનાવો.
કણકને 2 સમાન ભાગોમાં વહેંચો.
કણકનો એક ભાગને લોટ લઈને રોલ (વણવું) કરો.
તેની ઉપર થોડા પિસ્તા, કેસરના તાંતણા અને બદામ એકસરખી છંટકાવ કરો અને ફરી હળવા હાથે રોલ (વણવું) કરો. જેથી બદામ કણકમાં સારી રીતે ચોંટી રહે.
તીક્ષ્ણ છરી અથવા કૂકી કટરનો ઉપયોગ કરીને એકસરખા ચોરસ ટુકડા કાપો. અને તેને બેકિંગ ટ્રે માં ગોઠવીને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 15 મિનિટ માટે કુક થવાદો.