Kesar-Pista Barfi

Farali

kesar-pista-barfi

Cooktime

30 મિનિટ

Weight

400 ગ્રામ
🥕 Ingredients

  • દૂધનો માવો – 200 ગ્રામ
  • ખાંડ – 125 ગ્રામ
  • પિસ્તા પાઉડર – 100 ગ્રામ
  • ઘી – 2 ચમચી
  • કેસર ક્રશ કરેલું – 1/4 ચમચી
  • એલચીનો પાઉડર – 1/4 ચમચી
  • લીલો ફૂડ કલર – 1 ડ્રોપ

🍕 Recipe

  1. સૌ પ્રથમ ખાંડ અને પાણીનો ઉપયોગ કરીને ત્રણ તારની ચાસણી બનાવો.
  2. ચાસણી જાડી થાય ત્યાં સુધી ઉકાળો અને તેને સારી રીતે હલાવો.
  3. હવે એક કડાઈમાં થોડું ઘી લો, અને તેમાં માવો નાંખીને શેકી લો, તેમાં ઇલાયચી પાઉડર નાંખો.
  4. હવે આ મિશ્રણમાં પિસ્તા પાઉડર, લીલો રંગ , કેસર અને ખાંડની ચાસણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
  5. હવે આ પિસ્તાવાળા મિશ્રણને ઘી લગાવેલી ડીશમાં ફેલાવો.
  6. તેના પર પિસ્તાની કાતરી ઉમેરી થોડા સમય પછી મનપસંદ આકારમાં કાપી લો.

કેસર-પિસ્તા બરફી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me