Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kesar Elaichi-icecream
Home
Recipe
Kesar Elaichi-icecream
Kesar Elaichi Icecream
Ice Cream
Cooktime
60 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
દૂધ – 1 લિટર
ખાંડ – 250 ગ્રામ
કોર્ન ફ્લોર – 1 ટેબલસ્પૂન
જી.એમ.એસ. પાઉડર – 1/2 ટી સ્પૂન
સી.એમ.સી. પાઉડર – 1/2 ટી સ્પૂન
તાજું ક્રીમ – 200 ગ્રામ
કેસર – 1/2 ટી સ્પૂન
ઇલાયચી પાઉડર – 1/2 ટી સ્પૂન
ગ્રીન ફૂડ કલર – 1/2 ટી સ્પૂન
ઇલાયચીનું એસેન્સ – 4 ટીપા
કાજુ-બદામના ટુકડા – 25 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ દૂધમાં ખાંડ, જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર, કોર્ન ફ્લોર અને કેસર નાંખીવું.
ગેસ ઉપર મૂકવું અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. હવે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ, ઇલાયચીનું એસેન્સ, ઇલાયચી પાઉડર અને ગ્રીન કલર નાંખવો.
હવે બરાબર મિક્સ કરી, દૂધને એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, ફ્રિઝરમાં મૂકવું.
ગ્રીન કલર બહુ લાઇટ રહે તેમ જ નાખવો.
આઇસક્રીમ થોડી જામે એટલે તેને ફ્રિઝરમાંથી બહાર કાઢવો.
તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી ક્રસ કરવુ.
પછી તેમાં કાજુ બદામના ટુકડાં નાંખી, બરાબર મિક્સ કરી દેવા.
ફરી એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, આઇસક્રીમને ફ્રિઝરમાં સેટ થવા મુકવો.
આઇસક્રીમ બરાબર સેટ થઈ જાય પછી ઉપયોગમાં લેવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
કેસર-ઇલાયચી આઇસક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me