Kerino Bafalo

Liquid

kerino-bafalo

Cooktime

30 મિનિટ

Weight

10 ગ્લાસ
🥕 Ingredients

  • કાચી કેરી – 500 ગ્રામ
  • ખાંડ – 250 ગ્રામ
  • ગોળ – 300 ગ્રામ
  • મીઠું – 1 ચમચી
  • સંચળ પાઉડર – 1 ચમચી
  • જીરું પાઉડર – 1 ચમચી
  • પાણી – જરૂર મુજબ
  • બરફ – જરૂર મુજબ

🍕 Recipe

  1. સૌ પ્રથમ કેરીને પાણીથી ધોઈ કુકરમાં નાંખો, તેમાં કેરી ડૂબે એટલું પાણી તથા મીઠું ઉમેરી કુકરની 4 વ્હિસલ થાય ત્યાં સુધી કેરીને બાફો.
  2. પછી ઠંડું પડે એટલે હાથથી મસળીને બાફેલી કેરીનો પલ્પ બનાવો, છોતરાં અને ગોટલા અલગ કરી લેવા.
  3. ગોટલામાં થોડું પાણી ઉમેરી ગોટલા ધોઈ લો અને ગોટલા ધોયેલુ પાણી કેરીના પલ્પમાં ઉમેરો.
  4. હવે એક તપેલીમાં તૈયાર કરેલા કેરીનો પલ્પ, ખાંડ, ગોળ, સંચળ, જીરું પાઉડર ઉમેરી ઉકાળો, બધું એકરસ થાય પછી ગેસ બંધ કરવો.
  5. જો રેસાવાળી કેરી હોય તો આ તૈયાર કરેલો બાફલો ગાળીલો.
  6. ઠંડું કરીને ગ્લાસમાં પીરસવું.