Kachariyu

Farali

kachariyu

Cooktime

20 મિનિટ

Weight

400 થી 500 ગ્રામ

Notes

તલના મિશ્રણમાં ઘીના બદલે તલનું તેલ પણ વાપરી શકાય છે. કાળા અથવા સફેદ તલ બંને વાપરી શકાય છે ઘીની બદલે તલનું તેલ પણ વાપરી શકાય છે. આમાં તળેલો ગુંદર અને કોપરાનું છીણ ઉમેરી શકાય છે.
🥕 Ingredients

  • સફેદ અથવા કાળા તલ – 125 ગ્રામ(1 કપ)
  • ખજૂર – 1/2 કપ
  • ગોળ – 1/2 કપ
  • બદામ-કાજુના ટુકડા – 2 ટી સ્પૂન
  • તરબૂચના બીજ – 1 ટી સ્પૂન
  • ખસખસના બીજ – 1 ટી સ્પૂન
  • સૂંઠ પાઉડર – 1 ટી સ્પૂન
  • ગંઠોડા/પીપરમુળ પાઉડર – 1 ટી સ્પૂન
  • ઘી અથવા તલનું તેલ – 2-3 ટી સ્પૂન
  • ટૂટીફ્રૂટી – 2 ટી સ્પૂન

🍕 Recipe

  1. મિક્સર ગ્રાઇન્ડરમાં તલને બરાબર પીસી લો(3-5 સેકેંન્ડ માટે સૌથી ઝડપે ગ્રાઇન્ડ કરો)
  2. તેમાં ઢીલો ગોળ અને ઠળિયા કાઢેલ ખજૂર ઉમેરી આ મિશ્રણને ફરી પીસી લો.
  3. મોટા બાઉલમાં આ મિશ્રણને કાઢી લો.
  4. તેમાં બદામ, કાજુ, તરબૂચના બી, ખસખસ, સૂંઠ પાઉડર અને ગંઠોડાનો પાઉડર ઉમેરો.
  5. તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
  6. તેના પર ગાર્નીશ માટે કાજુ, બદામના ટુકડા અને તૃટી-ફૂટી ભભરાવો.

કચરિયું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me