જો હાથથી રોટલો વણતા ન આવડતો હોય તો પાટલી ઉપર લીસો કાગળ મૂકીને પણ કરી શકાય છે.
🥕 Ingredients
જુવારનો લોટ – 500 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
ઘી – 7 ટી સ્પૂન
પાણી – જરૂર મુજબ
🍕 Recipe
એક વાસણમાં ચાળેલો જુવારનો લોટ લઈ, તેમાં મીઠું અને પાણી થોડું થોડું ઉમેરી બહુ ઢીલો નહીં અને બહુ કઠણ પણ નહીં તેવો લોટ બાંધી લોટને ખૂબ સારી રીતે મસળવો, જેટલો મસળીએ એટલો રોટલો સરસ બને છે.
તેનો લૂવો બનાવી બંને હથેળી વચ્ચે તેને ટીપવો અને વધુ પ્રેશર ન આપવું ધીરે ધીરે કિનારીથી જ મોટો કરવો.
માટીની તાવડી બરાબર ગરમ કરી તેમાં નાંખી તેને બંને બાજુ બરાબર શેકવો.