એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી તેમાં ચોખાનો લોટ ઉમેરી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો.
ત્યારબાદ એક કડાઈમાં 2 કપ પાણી લઈ તેમાં ખાંડ ઉમેરી ગરમ થવા દેવી, અને એક તારની ચાસણી બનાવવી.
હવે તેમાં ચોખાનો શેકેલો લોટ અને એલચી પાઉડર ઉમેરી દેવો. શીરા જેટલું કઠણ થાય એટલે એક પ્લેટમાં ઘી લગાવી તેમાં પાથરી દેવો અને તેના ઉપર બદામ-પિસ્તાની કાતરી પાથરી દેવી.