Grill Sandwich

Fast Food

grill-sandwich

Cooktime

25 મિનિટ

Serving

5 વ્યકિત

Notes

ગ્રીલ મશીન ન હોય તો ગ્રીલ તવાનો ઉપયોગ કરી શકાય અથવા સાદા નોન–સ્ટિક તવાનો ઉપયોગ કરી શકાય. શેકતી વખતે તેનાં પર બટર લગાવવાથી સેન્ડવીચ વધારે સ્વાદિસ્ટ લાગે છે.
🥕 Ingredients

  • બ્રેડ – 15 નંગ
  • બાફેલાં બટેટાં – 7-8 નંગ (સ્લાઇસ કરવી)
  • કાકડી – 3 નંગ (સ્લાઇસ કરવી)
  • ટમેટાં – 4 નંગ (સ્લાઇસ કરવી)
  • લીલાં કેપ્સીકમ – 3 નંગ (સ્લાઇસ કરવી)
  • ચાટ મસાલો – 2 ચમચી
  • સેન્ડવીચ મસાલો – 3 ચમચી
  • રેડ ચીલી ફ્લેક્સ – 2 ચમચી
  • ઓરેગાનો – 2 ચમચી
  • માયોનીઝ – 1 કપ
  • સીઝવાન ચટણી – 1/2 કપ
  • તીખી ચટણી – 1 કપ
  • બટર – 250 ગ્રામ
  • ખમણેલું ચીઝ – 3 કપ
  • મીઠું – સ્વાદાનુસાર
  • ટમેટા સોસ – 1 કપ

🍕 Recipe

  1. સૌ પ્રથમ એક વાસણમાં માયોનીઝ, શેઝવાન સોસ, રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિક્સ કરી એક સોસ બનાવવો.
  2. ત્યારબાદ ત્રણ બ્રેડ લો તેના ઉપર બટર, તીખી ચટણી લગાવવી.
  3. હવે એક બ્રેડ લઈ તેના ઉપર બાફેલાં બટેટાં અને ટમેટાની સ્લાઇસ મૂકી તેમાં ખમણેલું ચીઝ પાથરવું.
  4. ત્યારબાદ તેના ઉપર બીજી બ્રેડ મૂકી તેમાં કાકડી અને કેપ્સીકમની સ્લાઇસ મૂકી તૈયાર કરેલ માયોનીઝ વાળો સોસ પાથરવો.
  5. તેના ઉપર ચાટ મસાલો અને સેન્ડવીચ મસાલો ભભરાવવો, અને ત્રીજી બ્રેડ તેનાં પર મૂકી સેન્ડવીચ બંધ કરો.
  6. આ રીતે ત્રણ બ્રેડથી તૈયાર કરેલી સેન્ડવીચને ટોસ્ટ ગ્રીલ મશીનમાં મૂકવી.
  7. તૈયાર છે ગરમા-ગરમ ગ્રીલ સેન્ડવીચ, ટમેટા સોસ સાથે પીરસી શકાય.

ગ્રીલ સેન્ડવીચ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me