ગોલ્ડ કોઈન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Gold Coin
Home
Recipe
Gold Coin
Gold Coin
Fast Food
Cooktime
30 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
બ્રેડ સ્લાઇસ
મેંદો - 1/2 કપ
બ્રેડ ક્રમ્બ(ટોસનો ભૂકો) - 100 ગ્રામ
તેલ - તળવા માટે
બાફેલાં બટેટાં – 1 ½ કપ
ઝીણાં સુધારેલાં લીલાં મરચાં - 2 ચમચી
ઝીણું સુધારેલું આદું - 1 ચમચી
મકાઈ – 1 ચમચી છીણેલું
ગાજર - 1 ચમચી છીણેલું
કેપ્સીકમ - 1 ચમચી છીણેલું
સોયા સોસ - 1/2 ચમચી
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
ટોપિંગ બનાવવાની રીત :
એક બાઉલમાં ક્રશ કરેલા બટેટાં લેવા.
પછી તેમાં જીણું સમારેલું ગાજર, કેપ્સીકમ અને પીસેલી મકાઈ નાખવી અને આદું મરચાંની પેસ્ટ નાખવી.
પછી તેમાં થોડો સોયા સોસ નાખવો.
પછી સ્વાદાનુસાર મીઠું નાખવું
પછી મિક્સ કરી ટોપિંગ તૈયાર કરીને તેને બાજુ પર મૂકી દેવું.
ગોલ્ડ કોઇન્સ બનાવવાની રીત :
એક બાઉલમાં મેંદો લેવો, પછી તેમાં 1/2 કપ પાણી નાખવું અને તેને મિક્સ કરી ખીરું બનાવવું.
પછી બ્રેડ સ્લાઇસને નાની વાટકીની મદદથી ગોળ આકારમાં વચ્ચેથી કાપવી.
ગોળ આકારમાં સમારેલા બ્રેડ ઉપર બનેલું 1 ચમચી ટોપીંગ તેના ઉપર મૂકવું.
પછી તે બ્રેડના ટોપીંગ પર પાણી અને મેંદાની પેસ્ટ લગાવી અને તેનાં ઉપર ટોસનો ભૂકો લગાડી દેવો..
એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવું અને એક સાથે 3 ગોલ્ડ કોઇન્સ તળવા.
જ્યાં સુધી બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવા.
તળાય ગયા પછી ગોલ્ડ કોઇન્સને બહાર કાઢી તેને રેડ ચીલી સોસ સાથે પીરસવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day