Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ghebar
Home
Recipe
Ghebar
Ghebar
Mistan
Cooktime
20 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
મેંદો – 120 ગ્રામ
ઘી – 70 ગ્રામ
દહીં – 125 ગ્રામ
બરફ – 2-3 ક્યુબ
પાણી ઠંડું – 500 મિલી
બેસન – 15 ગ્રામ
ઘી તળવા માટે - 1 ½ કિલો
પિસ્તાની કાતરી
ચાસણી માટે :
ખાંડ – 200 ગ્રામ
પાણી – 100 ગ્રામ
ઇલાયચી પાઉડર – 1 ટેબલસ્પૂન
કેવડા જળ - 1 ટેબલસ્પૂન
લીંબુનો રસ - 1 ટેબલસ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ એક તારની ચાસણી બનાવવી અને તેમાં ઇલાયચી પાઉડર, કેવડા જળ અને લીંબુનો રસ નાંખવો.
હવે એક મિક્સસરની ઝારમાં ઘી લેવું અને તેમાં ઠંડું દહીં અને ૨-૩ ક્યુબ બરફ ઉમેરીને બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ થોડું ઠંડું પાણી ઉમેરીને મિક્સ કરવું. હવે તેમાં મેંદાનો લોટ બે ભાગમાં નાંખીને દળવું.
સાથે સાથે ઠંડું પાણી અને છેલ્લે બેસન અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું.
પાણી ૫૦૦ ગ્રામ જેટલું વપરાશે બહુ પતલું અને બહુ જાડું ખીરું ન થાય તેનું ધ્યાન રાખવું.
માપસરનું ખીરું તૈયાર કરી તેને બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકવું જેથી તે ઠંડું રહે.
હવે એક તપેલી અથવા ઊંડા વાસણમાં તળવા માટે ઘી લઈને ગરમ કરવું.
ઘી બરાબર ગરમ થાય પછી બોટલમાં ભરેલ ખીરું ધીમે ધીમે નાંખવું.
એક સાથે ખીરું ન નાખવું જેથી ઘી બહાર ન આવે, વારેવારે ખીરું નાખતા રહેવું જ્યાં સુધી ગોળાય પૂરેપૂરી તૈયાર ન થાય અને બ્રાઉન કલરનું ઘેબર થવું જોઈએ.
ઘેબર બરાબર તળાય જાય પછી બાકીના ઘેબર તૈયાર કરવા.
૩-૪ ઘેબરને ઉપરા ઉપર મૂકીને તૈયાર કરેલી ચાસણી તેના ઉપર બધી બાજુ રેડવી અને પિસ્તા-કેસરથી ગાર્નીશ કરવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
ઘેબર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me