ઘઉંના પાપડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ghauna Papad
Home
Recipe
Ghauna Papad
Ghauna Papad
Papad
Cooktime
90 મિનિટ
🥕 Ingredients
ઘઉંનો લોટ – 5૦૦ ગ્રામ
અજમો – 5 ગ્રામ
જીરું – 5 ગ્રામ
લીલાં મરચાં – 25 ગ્રામ
પાપડ ખારો – 15 ગ્રામ
પાણી – લોટ કરતાં ડબલ
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ ઘઉંનો લોટ લઈ તેને ચાળીને તપેલીમાં ભરી લો.
હવે એ જ તપેલીથી માપીને પાણી લો. (લોટનું માપ છે એનાથી ડબલ પાણી લેવું.)
પાણી ઉકાળવા મૂકો અને તેમાં મીઠું, અધકચરો વાટેલો અજમો, જીરું, અને લીલામરચાં નાંખો.
પાંચેક મિનિટ ઉકળે એટલે પાપડિયો ખારો નાખવો.
લોટ નાખતા પહેલા ફૂલ આંચે પાણીને 10-15 મિનિટ સુધી ઉકાળવું.
પાણી ઉકળે પછી તેમાં ધીમે-ધીમે ઘઉંનો લોટ નાખતા જવું, અને વેલણની મદદથી હલાવતા જવું, લોટની ગોળીઓ ન રહે તેની ખાસ કાળજી રાખવી, સરસ રીતે મિક્સ કરી લેવું.
હવે આ લોટને ફરી બાફવાનો છે. મુઠીયા જેવા મોટા ગોળા બનાવી લો (પાણીવાળો હાથ કરતા જવું જેથી લોટ હાથે ચોંટે નહીં અને ગરમ ન લાગે)
ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાંથી વરાળ આવવાની શરૂ થાય એટલે તૈયાર કરેલા ગોળા તેમાં 10-15 મિનિટ માટે ફૂલ આંચે બાફી લો.
હવે બાફેલાં ગોળા એક પ્લાસ્ટિકની જાડી થેલી પર લઈ અને થોડું તેલ ઉમેરી 4-5 મિનિટ મસળી લો.
મસળેલા લોટમાંથી રોટલીના લુવા જેટલા નાના લુવા બનાવી ઢાંકીને મૂકો જેથી ઠંડાના થઈ જાય.
પાપડના મશીનમાં બન્ને બાજુ પ્લાસ્ટિક પર તેલ લગાવી વચ્ચે લુવા મૂકી દબાવી લેવું.
પાપડને કોટનના કાપડ પર મધ્યમ તાપમાં 1 દિવસ અને ઓછા તાપમાં 2 દિવસ સુકવવા. લગભગ બે દિવસમાં પાપડ સુકાઇને તળવા કે શેકવા માટે તૈયાર થઈ જશે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day