એક કપમાં મીઠું, 2 ટેબલસ્પૂન ખાંડ, મિલ્ક પાઉડર લઈ તેમાં પાણી રેડી પછી તેને હલાવીને સાઇડમાં મૂકી રાખવું.
બીજા બાઉલમાં ઘઉંનો લોટ લઈ યીસ્ટ નાંખો અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાંખી રોટલી જેવો લોટ બાંધી એક ક્લાક ઢાંકી ને રહેવા દેવું.
ત્યારબાદ એ લોટને હાથથી દબાવીને તેમાં બાકીની વધેલી 2 ટેબલસ્પૂન ખાંડ અને મેલ્ટેડ બટર નાંખી હાથ વડે જ બરાબર મિક્સ કરો, લોટ ખેંચાય તેટલો ખેંચી પછી મિક્સ કરી દેવો.
પછી એ લોટના ચાર સરખા ભાગ કરી તેમાંથી એક ભાગ લઈ તેને હાથની આંગળીથી દબાવીને પિઝાના રોટલા જેવો પહોળો કરવો.
પછી તેને હાથની મદદથી દબાવીને પાછો ગોળ ગોળ રોલ કરી લેવો.