ગંગા જમુના જ્યૂસ માટે તમારી પસંદના કોઈ પણ ફળોનો રસ વાપરી શકાય છે.
🥕 Ingredients
મોસંબી – 600 ગ્રામ (3 નંગ)
નારંગી – 600 ગ્રામ (3 નંગ ઓરેંજ)
ખાંડ – 2 થી 3 ચમચી
મરી પાઉડર – 1 ચમચી
સંચળ પાઉડર – 1 ચમચી
બરફના ટુકડા – 5-7 નંગ
પાણી – જરૂર મુજબ
🍕 Recipe
નારંગી અને મોસંબી માંથી છાલ અને બિયા કાઢીલો.
તેમને જ્યૂસરની જારમાં લઈને તેમાં ખાંડ, મરી પાઉડર, સંચળ પાઉડર અને બરફના ટુકડા લઈને તેને બરાબર મિક્સ કરીને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરીને જ્યૂસ તૈયાર કરી લેવું.
હવે ગંગા જમુનાના રસને તરત જ ગાળીને પીરસો, કારણ કે રસ થોડી મિનિટોમાં કડવો થઈ જાય છે.