ફ્રૂટ એન્ડ નટ આઇસક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Fruit And-nute-icecream
Home
Recipe
Fruit And-nute-icecream
Fruit And Nute Icecream
Ice Cream
Cooktime
45 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
દૂધ – 1/2 લિટર
ખાંડ – 6-7 ટેબલસ્પૂન
જી. એમ. એસ. પાઉડર – 1/2 ટી સ્પૂન
સી. એમ. સી. પાઉડર – 1/4 ટી સ્પૂન
ક્રીમ – 100 ગ્રામ
કાજુ, બદામ અને અખરોટના ટુકડા – 25 ગ્રામ
વેનીલા એસેન્સ – 1/2 ટી સ્પૂન
ચોકલેટ સિરપ – સ્વાદાનુસાર
🍕 Recipe
એક વાડકીમાં ૫૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી. એમ. એસ. પાઉડર, સી. એમ. સી. પાઉડર અને કોર્ન ફલોર નાંખી, બરાબર મિક્સ કરવુ.
દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું અને તેને સાઇડમાં રાખવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-1૦ મિનિટ ઉકાળવું.
પછી પાઉડર મિશ્રીત દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેડર ફેરવી સ્મુધ બનાવવું.
પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
આઇસક્રીમ થોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સ કરવું.
હવે તેમાં કાજુ, બદામ અને અખરોટના ટુકડા નાંખીને તેને મિક્સ કરવું.
હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી, આઇસક્રીમ ને ફ્રિજમાં સેટ થવા મુકવો.
આઇસક્રીમ સેટ થઈ જાય પછી બાઉલમાં લઈ તેની પર ચોકલેટ સિરપ રેડી સર્વ કરવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day