Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dudhi Kofta
Home
Recipe
Dudhi Kofta
Dudhi Kofta
Sabji
Cooktime
45 થી 50 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
દૂધી – 400 ગ્રામ
ચણાનો લોટ – 150 ગ્રામ
ટમેટાં – 300 ગ્રામ
લીલાં મરચાં – 2 નંગ(કટકી)
લીલા ધાણા – 3 ટેબલસ્પૂન
કસૂરી મેથી – 1 ટી સ્પૂન
આદું – 1 ટી સ્પૂન(પેસ્ટ)
જીરું – 1/4 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
અજમો – 1/4 ટી સ્પૂન થી ઓછો
લાલ મરચું – 1/2 ટી સ્પૂન
ધાણા પાઉડર – 1 ½ ટી સ્પૂન
પંજાબી મસાલો – 1/4 ટી સ્પૂન
તેલ – કોફતા તળવા માટે તથા ગ્રેવી માટે
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
દૂધીને છાલ ઉતારી છીણી લો.
તેમાંથી નીકળે તેટલો રસ દૂધીને બે હાથની વચ્ચે દબાવીને કાઢી લો.
તેમાં ચણાનો લોટ(100 ગ્રામ) 1 લીલું મરચું(કટકી), આદુંની પેસ્ટ, હળદર, ધાણા પાઉડર, લાલ મરચું અને મીઠું ઉમેરો.
તેમાં અજમો, લીલા ધાણા ઉમેરી બધાને બરાબર મિક્સ કરી માવો તૈયાર કરો.
તેમાંથી ગોળ શેપમાં લૂઆ ની જેમ કોફતા વાળી લો.
એક નોન સ્ટીક પેનમાં તેલ કોફતા તળવા માટે ગરમ મૂકો.
તેલ ગરમ થાય એટલે કોફતા બ્રાઉન કલરના બધી બાજુથી થઈ જાય ત્યાં સુધી તળી લો.
ગ્રેવી માટે 4 ટેબલસ્પૂન તેલમાં પેલા જીરું ઉમેરી એ બ્રાઉન થાય એટલે તેમાં આદુંની પેસ્ટ, ધાણા પાઉડર અને હળદર ઉમેરી દો.
પછી તેમાં ટમેટાં અને એક લીલાં મરચાંની પેસ્ટ કરી ઉમેરી દો.
તેમાં લાલ મરચું ઉમેરી દો.
તેમાંથી તેલ બહાર આવે ત્યાં સુધી બધું ચડવા દો.
તેલ ઉપર આવવા લાગે એટલે તેમાં વધેલો ચણાનો લોટ ઉમેરી વધુ 2 મિનિટ ચડવા દો.
2-3 મિનિટ પછી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી(લગભગ 2 કપ જેટલું) તેમાં મીઠું, પંજાબી મસાલો અને લીલા ધાણા ઉમેરી દેવા.
તેને ઢાંકીને 4-5 મિનિટ ચડવા દેવું અને ગ્રેવીમાં ઉમેરી દો.
ફરીથી 3-4 મિનિટ ચડવા દેવું.
શાક તૈયાર છે તેને બાઉલમાં લઈ પીરસી શકાય.
દૂધી કોફ્તા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day