ડોનટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Donut
Home
Recipe
Donut
Donut
Bekari
Cooktime
2 કલાક
🥕 Ingredients
થોડું ગરમ દૂધ – 180 મિલી
ખાંડ – 40 gm
યીસ્ટ – 20 gm
મેંદાનો લોટ – 240 gm
મીઠું – સ્વાદાનુસાર
તેલ – 20મિલી
🍕 Recipe
દૂધ, ખાંડ અને યીસ્ટને મિક્સ કરીને પાંચ મિનિટ રહેવા દો.
મેંદાનો લોટ, મીઠું અને તેલને બીજા બાઉલમાં મિક્સ કરો.
પછી દૂધવાળુ મિશ્રણ અને લોટવાળું મિશ્રણ ભેગા કરીને લોટ બાંધી દેવો.
લોટને 10 મિનિટ સુધી મસળો જેમ વધારે મળશશો તેમ વધારે સોફ્ટ થશે.
લોટ બંધાઈ ગયા પછી તેના ઉપર થોડું તેલ લગાવીને એક કલાક માટે ઢાંકીને રાખો.
એક કલાક પછી જેટલો બાંધેલો છે તે બધા લોટની અડધા ઇંચ જેટલી જાડી એક રોટલા જેવી વણો.
આ રોટલામાંથી ડોનટ કટર વડે રાઉન્ડ કાપી લેવા અને જો કટર ના હોય તો કાંઠા વગરના વાટકાનો અથવા ગ્લાસનો ઉપયોગ કરી શકો.
તેમજ વચ્ચે રાઉન્ડ કાપવા માટે બોટલ ઢાંકણાનો ઉપયોગ કરી શકો.
ઉપર ફોટોમાં બતાવ્યું છે એ પ્રમાણે આકાર કરવાનો છે.
એ રોટલામાંથી જેટલા ડોનટ બને એટલા બનાવીને વેક્સ પેપર પર મૂકી રાખવા.
એક ડોનટ માટે એક ચોરસ પેપરનો કટકો કાપીને એની ઉપર મૂકવું.
પછી ડોનટને વીસ મિનિટ માટે રાખી મૂકવાં ત્યાં સુધીમાં ગેસ ઉપર તેલ મૂકી દેવું .
20 મિનિટ પછી ડોનેટને જેવી રીતે તેલમાં પૂરી તળિયે તેવી રીતે લાઇટ બ્રાઉન કલરના થાય તેમ બંને બાજુ તળવા.
ઠરી જાય પછી તેના પર ટોપિંગ કરવા માટે ડોનેટની એક સાઇડને ચોકલેટમાં ડીપ કરવું.
એ જ રીતે વ્હાઈટ ચોકલેટમાં, દળેલી ખાંડમાં, તજના પાઉડરમાં પણ રગદોળી શકાય, કોપરાનું છીણ પણ વાપરી શકાય એવી રીતે જુદા જુદા ડોનટ્સ બનાવી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day