Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dalpakvan
Home
Recipe
Dalpakvan
Dalpakvan
Fast Food
Cooktime
5 કલાક
Serving
5 વ્યકિત
🥕 Ingredients
દાળ માટે:
ચણાની દાળ – 2 કપ
મોટાં ટમેટાં – 4-5 નંગ
લીલાં તથા લાલ સૂકાં મરચાં – 4 -5 નંગ
તમાલપત્ર – 3 નંગ
તેલ – 3 ટેબલસ્પૂન
લવિંગ – 4-5 નંગ
તજ – 1 ટુકડો
લાલ મરચું પાઉડર – 2 ટી સ્પૂન
ધાણા પાઉડર – 2 ટી સ્પૂન
ગરમમસાલો – 2 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
પકવાન માટે:
મેંદો – 2 કપ
દાડમના દાણા - 1/2 કપ
જીણું સમારેલું ટમેટાં - 2 ટેબલસ્પૂન
મોણ – 3 ટેબલસ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
ઝીણી સમારેલી કોથમીર
🍕 Recipe
દાળ બનાવવા માટે:
સૌ પ્રથમ ચણાની દાળને 4-5 કલાક પાણીમાં પલાળી રાખો પલાળેલી દાળ એકદમ ફૂલી જવી જોઈએ ત્યારબાદ કુકરમાં મીઠું તથા હળદર નાંખી 4-5 સિટી વગાડી આખી રહે એમ ચડી જવી જોઈએ.
હવે એક લોયામાં 3 ચમચા તેલ લઈ તેમાં જીરું, લાલ મરચાં, લીલાં મરચાં, તજ વગેરે નાંખી વઘાર કરો.
ત્યારપછી ટમેટાની પ્યુરી લઈ વઘારમાં નાંખી તેલ છૂટે ત્યાં સુધી પકાવો॰
બીજા લોયામાં ચણાની દાળને ઓછા તેલમાં વઘારો.
વઘારને દાળમાં રેડી કોથમીર નાંખો.
પકવાન બનાવવા માટે:
એક મોટા બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું નાંખો અને મોણ નાંખી પૂરી જેવો લોટ બાંધવો.
ત્યારબાદ 5 મિનિટ ઢાંકીને રાખો અને ગોળી કરી મોટી પાતળી રોટલી વણો.
હવે વણેલી રોટલી પર કાટાથી કાણા પાડો જેથી ફૂલે નહીં.
બીજી રીતે કરીએ તો 5-6 પૂરી નાની વણો વચમાં તેલ ચોપડી એકબીજા પર મૂકો.
ત્યારબાદ વણી નાંખો જેથી તેના પડ છૂટા પડે.
ત્યારપછી તેલમાં દબાવી એકદમ કડક બદામી રંગના થાય ત્યાં સુધી તળો.
તળી ગયેલી પૂરીને એક વાસણમાં એવી રીતે ગોઠવો કે પૂરીમાં અંદર તેલ હોય તો તે નીકળી જાય.
દાલ પકવાન તૈયાર છે.
દાલપકવાન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day