Dalmuth

Farsan

dalmuth

Cooktime

20 મિનિટ

Serving

3 વ્યક્તિ

Notes

બરોબર તળાય ને બળી ન જાય તે માટે લોટ ચાળવાની ચારણી કે આંકને તેલમાં અડધુ ડુબાડી તેમાં દાળ નાંખીને તળી શકાય છે.
🥕 Ingredients

  • મસુર દાળ – 150 ગ્રામ
  • ઝીણી સેવ – 150 ગ્રામ
  • લાલ મરચું – 1 ટી સ્પૂન
  • સંચળ – 1 ટી સ્પૂન
  • આમચૂર પાઉડર – 1 ટી સ્પૂન
  • શેકેલું જીરું – 1 ટી સ્પૂન
  • મીઠું – સ્વાદનુસાર
  • લાલ મરચું - 1 ટી સ્પૂન

🍕 Recipe

  1. સૌ પ્રથમ દાળને બરાબર ધોઈ પાણીમા ચપટી બેકિંગ સોડા નાંખી 8 કલાક માટે પલાળી દો.
  2. ત્યારબાદ દાળને કાણાવાળા ઝારામાં નિતારી લો.
  3. ત્યારબાદ કોટન કપડાંમાં 15 થી 20 મિનિટ માટે કોરી પાડી દો.
  4. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ઝીણાં તારવાળી ઝારામાં દાળને તળી લેવી.
  5. હવે ગરમ દાળમાં જ સેવ અને બાકીના મસાલા મિક્સ કરી લેવા.