Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dabeli
Home
Recipe
Dabeli
Dabeli
Fast Food
Cooktime
60 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
દાબેલી પાંઉ – 12 નંગ
લાલ ચટણી
મીઠી ચટણી
દાબેલીનો મસાલો
મસાલા શીંગ
લાલ ચટણી બનાવવા માટે :
કાશ્મીરી લાલ મરચું – 4 ચમચી
શેકેલી શીંગ – 2 ચમચી
ત્રિફલા – 1 ચમચી
લીંબુનો રસ – 1/2 ચમચી
પાણી– જરૂરિયાત પ્રમાણે
દાબેલીનો સૂકો મસાલો :
આખા ધાણા – 4 ચમચી
તલ – 1 ચમચી
જીરું – 1/2 ચમચી
કળા મરી – 1 ચમચી
લવિંગ – 4 થી 5
ત્રિફલા – 1/2 ચમચી
એલચો – 1 નંગ
વરિયાળી – 1 ચમચી
તજ – 2 ટુકડા
કાળી ઇલાયચી – 2 નંગ
તમાલપત્ર – 2
કાશ્મીરી મરચું – 4 ચમચી
સંચળ – 1 ચમચી
આમચૂર પાઉડર – 1 ચમચી
કોપરાનું છીણ – 4 ચમચી
ખાંડ – 3 ચમચી
દાબેલીનો મસાલો :
બાફેલાં બટેટાં – 250 ગ્રામ
પાણી – 1/2 કપ
નારિયેળનું છીણ – 2 ચમચી
કોથમીર – 1 ચમચી
ટૂટીફ્રૂટી – 2 ચમચી
મસાલા શીંગ – 25 ગ્રામ
દાડમના દાણા – 2 ચમચી
સેવ – 20 ગ્રામ
બટર(ઘી) – શેકવા માટે
આંબલીની ચટણી – 5-6 ચમચી
🍕 Recipe
લાલ ચટણી:
એક મિક્સરમાં લાલચટણીની બધી સામગ્રી મિક્સ કરી પીસી લેવું.
ખૂબ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી ચટણી બનાવવી.
લાલ ચટણી તૈયાર છે.
સૂકો મસાલો :
એક પેનમાં આખા ધાણા, તલ, જીરું, કાળા મરી, લવિંગ, ત્રિફલા, એલચી, વરિયાળી, તજ, કાળી ઇલાયચી અને તમાલપત્ર લઈ બધું મિક્સ કરી મધ્યમ તાપે 2 થી 3 મિનિટ શેકવું.
ગેસ બંધ કરી આ મસાલામાં કાશ્મીરી મરચું, સંચળ, આમચૂર પાઉડર અને કોપરાનું છીણ બધું ઉમેરી હલાવી દેવું.
એક થાળીમાં બધું લઈ તેમાં ખાંડ ઉમેરી ઠંડું થવા દેવું.
ઠંડું થાય એટલે બધું મિશ્રણ મિક્સરની ઝારમાં લઈ પીસી લેવું.
તૈયાર છે દાબેલીનો સૂકો મસાલો.
દાબેલીનો મસાલો :
સૌ પ્રથમ એક પેનમાં તેલ લઈ દાબેલીનો સૂકો મસાલો નાંખી સાંતળી લો.
તેલ છૂટું પડે એટલે બાફેલાં બટેટાંનો માવો તેમાં મિક્સ કરો.
ત્યારબાદ થોડું પાણી અને આંબલીની ચટણી ઉમેરો અને એક થાળીમાં આ મિશ્રણ પાથરી દેવું.
તેમાં કોપરાનું છીણ, કોથમીર, તૃટ્ટી-ફ્રૂટી, મસાલા શીંગદાણા, દાડમના દાણા અને સેવ ઉમેરો.
દાબેલી:
હવે એક પાંઉ એક ખૂણે થી કાપો લગાવવો.
તેમાં એક બાજુ લાલ ચટણી અને બીજી બાજુ મીઠી ચટણી લગાવવી.
હવે બટાટાંનો મસાલો 1 ચમચી લઈ તેમાં ભરો.
હવે મસાલા શીંગદાણાને તેમાં ભરો.
તેની ઉપર ફરીથી બીજી એક ચમચી મસાલો ભરો.
અને તેની ઉપર સેવ અને દાડમના દાણા લગાવી દો.
હવે આ પાવ ને લોઢી ઉપર તેલ અથવા માખણ લગાવીને બંને બાજુ શેકીને દાબેલી ગરમા ગરમ પીરસવી.
દાબેલી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day