કુકર વાપરતી વખતે કુકરની સિટિ અને રીંગ કાઢી નાખવી. ગાર્નિશ માટે તૈયાર કરેલા બોલ પર કાંટા ચમચી વડે દબાવીને નિશાન પાડી શકાય છે.
🥕 Ingredients
માખણ – 110 ગ્રામ
ખાંડ – 110 ગ્રામ
ઘઉંનો લોટ / મેંદો – 160 ગ્રામ
બેકિંગ પાઉડર – 1/2 ચમચી
બેકિંગ સોડા – 1/4 ટી સ્પૂન
મીઠું – 1/4 ટી સ્પૂન
કોકો પાઉડર – 20 ગ્રામ
દૂધ – 3 ચમચી
ચોકલેટ એસેન્સ – 1 ટી સ્પૂન
કૂકર બેકિંગ માટે – 1 ½ કપ મીઠું / રેતી
🍕 Recipe
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં માખણ અને ખાંડનું મિશ્રણ લો.
2 મિનિટ માટે અથવા મિશ્રણ ક્રીમી ન થાય ત્યાં સુધી હલાવો.
હવે ઘઉંનો લોટ/મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળવું.
માખણ અને ખાંડના મિશ્રણની અંદર લોટ ઉમેરી હલાવો.
તદુપરાંત, દૂધ અને ચોકલેટ એસેન્સ ઉમેરો. અને પછી આ મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યાં સુધી મસળો.
કૂકી કણક તૈયાર છે, હવે 30 મિનિટ માટે રેફ્રિજરેટર મૂકો.
એક નાના સહેજ સપાટ અને ચપટા ગોળા કુકીજ આકરના તૈયાર કરો.
કુકરની અંદર મીઠું કે રેતી ઉમેરી 10 મિનિટ પ્રિહિટ કરો.
વચ્ચે થોડી જગ્યા રહે તેમ બિસ્કિટને પ્લેટમાં ગોઠવવા.
કુકરના ઢાંકણને ઢાંકીને મધ્યમ, ધીમી આંચ પર 15 મિનિટ સુધી બેક થવાદો. અથવા એના વૈકલ્પિક રીતે પ્રીહીટેડ ઓવેનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરો.