એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ અને જીરું ઉમેરીને તે બ્રાઉન થાય એટલે તેમાં લીલાં મરચાં, સમારેલી કોબી અને વટાણા ઉમેરી એ ચડે એટલે હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી કડાઈ ઉપર થાળી ઢાંકી અને થાળીમાં ઉપરથી થોડું પાણી નાંખી 10 મિનિટ ચડવા દો.