તમારી પસંદ પ્રમાણે ગ્રેવી માટે કાજુ, મગજતરી અને તલ વગેરેનો ઉપયોગ કરી શકાય.
🥕 Ingredients
કોફતા માટે:
કોબી – 500 ગ્રામ
લીલાં મરચાં – 2 નંગ(સમારેલાં)
મીઠું – 1/2 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
લીલા ધાણા – 5 ટેબલસ્પૂન
ચણાનો લોટ/મેંદો – 1 કપ
તેલ – તળવા માટે
ગ્રેવી માટે:
ટમેટાં – 500 ગ્રામ
આદું – 2 ઇંચ
લીલાં મરચાં – 2 નંગ
તેલ – 5 ટેબલસ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
કસૂરી મેથી – 4 ટી સ્પૂન
કાશ્મીરી લાલ મરચું – 1/2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
પંજાબી મસાલો – 1/3 ટી સ્પૂન
🍕 Recipe
કોબીને છીણી લો.
તેમાં સુધારેલા લીલાં મરચાં, સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું, ધાણાજીરું, લીલા ધાણા અને 1/2 કપ મેંદો ઉમેરી(ચણાનો લોટ) જરુર પડે તો વધુ ઉમેરી શકાય, આ બધું બરાબર મિક્સ કરી દેવું.
આ રીતે માવો તૈયાર કરવો.
એક પેનમાં તેલ ગરમ મૂકી માવામાંથી ગોળ કોફ્તા બનાવી લેવા.
તેલ ગરમ થઈ જાય એટલે કોફતા તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી બધી બાજુ ફેરવીને તળી લેવા.
મિક્સરમાં જારમાં ટમેટાં, લીલાં મરચાં અને આદું ઉમેરી ક્રશ કરી ગ્રેવી બનાવી લેવી.
એક પેનમાં 4 ટેબલસ્પૂન તેલ મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરી બ્રાઉન થાય એટલે હળદર, ધાણાજીરું અને કસૂરી મેથી ઉમેરી 30 સેકન્ડ ચડવા દેવું.
પછી ગ્રેવી ઉમેરી જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી હલાવતા-હલાવતા ચડવા દેવું.
ગ્રેવીને જાડી કરવા માટે જરૂર પડે તો ચણાનો લોટ અને લાલ મરચું ઉમેરી ધીમા ગેસે 2-3 મિનિટ ચડવા દેવું.
થોડું પાણી ઉમેરી અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરી ગરમમસાલો ઉમેરી ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતા 6-7 મિનિટ ચડવા દેવું.