સૌ પ્રથમ એક કૂકરમાં પલાળેલા કાબુલી ચણાને બાફવા. બાફતી વખતે કૂકરમાં એક પોટલી નાખવી.
તે પોટલીમાં તજ, લવિંગ, એલચી, તજ–પત્ર અને મરી-અજમો બાંધવું.
ત્યારબાદ કૂકરમાં જરૂર મુજબ પાણી ઉમેરી 4–5 સિટી થવા દેવી.
કૂકરમાંથી ચણા લઈ તે બાકીનું પાણી બાજુમાં રાખવું.
હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં આદુંની પેસ્ટ સાતળી તેમાં ગરમમસાલો, મીઠું અને ટમેટાની ગ્રેવી ઉમેરી 5–7 મિનિટ સાતળવાી. ત્યારબાદ તેમાં છોલે મસાલા, હળદર, મરચાં પાઉડર અને અંતે છોલે ચણા અને આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરો.
હવે કાશ્મીરી લાલ મરચાંનો પાઉડર ઉમેરવો તેથી છોલેમાં લાલ કલર આવે અને તેની સાથે બાફતી વખતે વધેલું પાણી 1 કપ ઉમેરવું. 10-15 મિનિટ પછી તૈયાર છે છોલે.
ભટુરા માટે:
સૌ પ્રથમ એક વાસણમાં મેનસો, રવો, દહીં, બેટીગ સોડા, બેકિંગ પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી પાણી વડે લોટ બાંધવો.
રોટલી જેટલો નરમ લોટ બાંધવો.
ત્યારબાદ તેના ઉપર તેલ ચોપડી 2-કલાક મૂકી રાખો.
2-કલાક પછી ફરીથી લોટ મસળો.
ત્યારબાદ તેની મોટી પૂરી વણી તૈયાર કરો.
ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલ મેંદાની પૂરી તળી લેવી.