Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chokhana Papad
Home
Recipe
Chokhana Papad
Chokhana Papad
Papad
Cooktime
70 મિનિટ
🥕 Ingredients
ચોખાનો લોટ – 500 ગ્રામ
સાબુદાણા – 50 ગ્રામ
અજમો – 5 ગ્રામ
જીરું – 5 ગ્રામ
લીલાં મરચાં – 25 ગ્રામ
પાપડ ખારો – 15 ગ્રામ
મીઠું સ્વાદાનુસાર
પાણી – લોટ કરતાં ડબલ
🍕 Recipe
સાબુદાણા ને ૨ કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખવા.
સૌ પ્રથમ ચોખાનો લોટ લઈ તેને ચાળીને તપેલીમાં ભરી લો.
હવે એ જ તપેલીથી માપીને પાણી લો. (લોટનું માપ છે એનાથી ડબલ પાણી લેવું)
પાણી ઊકળવા મૂકો પછી તેમાં મીઠું, અધકચરો વાટેલો અજમો, જીરું, લીલામરચાં અને સાબુદાણા નાંખો.
પાંચેક મિનિટ ઉકળે એટલે પાપડ ખાર નાખવો.
લોટ નાખતા પહેલા ફૂલ આંચે પાણીને ૧૦-૧૫ મિનિટ સુધી ઉકાળવું.
પાણી ઉકળે પછી તેમાં ધીમે-ધીમે ચોખાનો લોટ નાખતા જવું, અને વેલણની મદદથી હલાવતા જવું, લોટની ગોળીઓ ન રહે તેની ખાસ કાળજી રાખવી, સરસ રીતે મિક્સ કરી લેવું.
હવે આ લોટને ફરી બાફવાનો છે. મુઠીયા જેવા મોટા ગોળા બનાવી લો (પાણીવાળો હાથ કરતા જવું જેથી લોટ હાથે ચોંટે નહીં અને ગરમ ન લાગે)
ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાંથી વરાળ આવવાની શરૂ થાય એટલે તૈયાર કરેલા ગોળા તેમાં 10-15 મિનિટ માટે ફૂલ આંચે બાફી લો.
હવે બાફેલાં ગોળા એક પ્લાસ્ટિકની જાડી થેલી પર લઈ અને થોડું તેલ ઉમેરી 4-5 મિનિટ મસળી લો.
મસળેલા લોટમાંથી રોટલીના લુવા જેટલા નાના લુવા બનાવી ઢાંકીને મૂકો જેથી ઠંડા ના થઈ જાય.
પાપડના મશીનમાં બન્ને બાજુ પ્લાસ્ટિક અને વચ્ચે લુવા મૂકી દબાવી લેવું.
પાપડને કોટનના કાપડ પર મધ્યમ તાપમાં ૧ દિવસ અને ઓછા તાપમાં ૨ દિવસ સુકવવા.
લગભગ બે દિવસમાં પાપડ સુકાઇને તળવા કે શેકવા માટે તૈયાર થઈ જશે.
ચોખાના પાપડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day