એક વાડકીમાં 50 ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી. એમ. એસ. પાઉડર અને સી. એમ. સી. પાવડ, બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું. (દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું)
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 5-7 મિનિટ ઉકાળવું.
પછી પાઉડર મિક્સ કરેલ દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, સાઇડમાં રાખવું.
હવે એક મોટી તપેલીમાં થોડું પાણી ગરમ કરવું.
હવે બીજી નાની તપેલીમાં ચોકલેટનું છીણ ભરી, તેને ગરમ પાણી વાળી તપેલીમાં મૂકી, ચોકલેટને થોડીવાર હલાવો.
ચોકલેટ બરાબર ઓગળી જાય એટલે તેને ગરમ કરેલા દૂધમાં નાંખી,બરાબર મિક્સ કરી, દૂધને ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને ચોકલેટ એસેન્સ નાંખી, બરાબર મિક્સ કરવુ.એ
પછી તેને એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રીજરમાં 2-3 કલાક માટે ઠંડું કરવા મૂકવું.
આઈસક્રીમ જામે એટલે ફ્રિજરમાંથી બહાર કાઢી, તેને બીટર વડે 10-15 મિનિટ બીટ કરવો.
આઇસક્રીમ એકદમ સ્મુધ થાય અને તેની કોન્ટીટી ડબલ જેટલી થાય ત્યાં સુધી તેને બીટ કરવું.
પછી તેમાં ચોકલેટ ચિપ્સ મિક્સ કરી, તેને એર ટાઈટ ડબ્બામાં ભરી 5-6 કલાક માટે ફ્રીજરમાં સેટ થવા મુકવો.
આઇસક્રીમ સેટ થઈ જાય પછી બાઉલમાં લઈ તેની પર ચોકલેટ સોસ રેડી સર્વ કરવો.