ચીપોટલે બાઉલ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Chipotle Bowl
Home
Recipe
Chipotle Bowl
Chipotle Bowl
Fast Food
Cooktime
90 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચીપોટલે બાઉલ સામગ્રી:
લીંબુ-ધાણાવાળા ભાત
મસાલાવાળા કાળા બીન્સ
ફહીતા
ટમેટાં (ઝીણાં સમારેલાં) – 3 નંગ
સાલસા – સ્વાદાનુસાર
બાફેલાં મકાઈના દાણા – 150 ગ્રામ
લેટ્સ (ઝીણા સમારેલા) – 1
આવાકાડો ડીપ – સ્વાદાનુસાર
સાવર ક્રીમ (આ વસ્તુ ના હોય તોપણ ચાલે) – સ્વાદાનુસાર
ચીઝ છીણેલી – 175 ગ્રામ
લીંબુ-ધાણાવાળા ભાતની સામગ્રી:
ચોખા – 100 ગ્રામ
લીંબુ – 1 નંગ
ધાણા, મીઠું – સ્વાદાનુસાર
પાણી – 1 લિટર
ટાકોના મસાલાની સામગ્રી:
લાલ મરચું – 30 ગ્રામ
જીરુંનો પાઉડર – 14 ગ્રામ
ઓરેગાનો – 14 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
મરી – સ્વાદાનુસાર
લાલ સૂકાં મરચાંના બીજ – 14 ગ્રામ
મસાલાવાળા કાળા બીન્સની સામગ્રી:
કાળા બીન્સ (કાળા રાજમા) – 200 ગ્રામ
પાણી – 1 લિટર
મીઠું – સ્વાદાનુસાર
તેલ
જીરું
ટાકોનો મસાલો – 40 ગ્રામ
ફહીતાની સામગ્રી:
1 લાલ કેપ્સીકમ (ઊભી લાંબી ચીરી કાપવી)
1 લીલા કેપ્સીકમ (ઊભી લાંબી ચીરી કાપવી)
ટાકોનો મસાલો – 40 ગ્રામ
તેલ
🍕 Recipe
લીંબુ ધાણાવાળા ભાતને બનાવાની રીત:
સૌ પ્રથમ એક તપેલામાં પાણી લઈને ગરમ કરવા મૂકો.
પાણી ઊકળી જાય પછી ચોખા અને મીઠું પાણીમાં ઉમેરો.
15 થી 20 મિનિટ સુધી ચોખાને બફાવા દેવા.
ચોખા બફાઈ જાય પછી ચોખાને કાણાવાળા ટોપામાં કાઢી લેવા, પાણી સંપૂર્ણપણે નિતારી લેવું.
પછી ભાતમાં લીંબુનો રસ ઉમેરવો અને ધાણા ઉપર ભભરાવીને ભેગું કરવી લેવું.
હવે લીંબુ ધાણાવાળો ભાત બાજુમાં ઠંડો કરવા મૂકી દેવો.
ટાકોનો મસાલાની રીત:
બધી સામગ્રી સૂકી વસ્તુ પીસવાવાળા મગમાં લઈ મિક્સરમાં ઝીણો બારીક ભૂકો થાય ત્યાં સુધી પીસવું.
હવે તમારો ટાકોનો મસાલો તૈયાર થઈ ગયો છે.
અડધો મસાલો કાળા બીન્સ માટે રાખવો અને અડધો મસાલો ફહીતા માટે રાખવો.
મસાલાવાળા કાળા બીન્સની રીત:
પહેલા કુકરમાં પાણી, બીન્સ અને મીઠું નાંખીને 15–20 સીટી મારીને બીન્સ બફાવા દો.
(તમે પહેલા બીન્સને 4–6 કલાક પલાળ્યા હોય તો સાત સીટી મારવી)
પછી તપેલીમાં તેલ મૂકીને જીરાનો વઘાર કરીને બીન્સ અને ટાકોનો મસાલો ઉમેરવો.
હવે બધું ભેગું કરીને 5 થી 10 મિનિટ સાતળવું.
હવે મસાલાવાળા બીન્સ બાજુમાં ઠંડા કરવા માટે મૂકી દો.
ફહીતાની રીત:
પહેલા તપેલીમાં તેલ મૂકીને ગરમ કરો.
પછી લાલ અને લીલા કેપ્સીકમ મરચાં સાંતળવા.
હવે તેમાં ટાકોનો મસાલો ઉમેરી મરચાંને 10 થી 15 મિનિટ સાંતળવા દેવા.
હવે ફહીતાને ઠંડા કરવા માટે બાજુમાં મૂકો.
ચીપોટલે બાઉલ રીત:
હવે એક બાઉલ લઈને પ્રમાણસર 2 ચમચા લીંબુવાળો ભાત મૂકવો.
એની ઉપર એક ચમચો મસાલાવાળા બીન્સ મૂકવાં.
પછી એક ચમચો ફહીતા બીન્સની ઉપર મૂકવાં.
પછી એક એક ચમચો ટમેટાં, સાલસા, મકાઈ, લેટસ, આવાકાડો ડીપ, સાવર ક્રીમ અને ચીઝ મૂકવું.
હવે તમારો ચીપોટલે બાઉલ તૈયાર છે!
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day