સૌ પ્રથમ ઘઉંનો લોટ અને મેંદાનો લોટ મિક્સ કરીને તેમાં મીઠું અને 2 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરવું.
બધું બરાબર મિક્સ કરી ગરમ હૂંફાળા પાણીથી માપસરનો નરમ લોટ બાંધી 25-30 મિનિટ સુધી સેટ થવા રાખી દો.
લોટ સેટ થઈ જાય પછી તેના માપસરનાં લૂઆ કરી તેની પાતળી માપસરની રોટલી વણી તેનાં પર માખણ લગાવી રોટલીની બે કિનારીને લઈને રોટલીના વચ્ચે એટલેકે અડધે સુધી વાળી દેવી.
જેથી અત્યારે તેનો આકાર લંબચોરસ જેવો દેખાશે પછી તેનાં પર ખમણેલું ચીઝ પાથરી દેવું.
હવે બાકીની બીજી બે કિનારીને ચીઝ કવર થઈ જાય તે રીતની વાળી બધીજ ધાર આંગળીથી દબાવીને ચોટાડી દેવી અત્યારે તેનો આકાર ચોરસ થયેલો દેખાશે.
હવે આ ચોરસ આકારના પરોઠાને હળવા હાથે વેલણ વડે થોડું ઝાડુ વણી લેવું.
પછી તેને એક નોન-સ્ટીક પેનમાં નીચે થોડું તેલ લગાવી પરોઠું નાંખીને આજુ બાજુ થોડું તેલ નાંખીને બંને બાજુ શેકી લેવું.