નાનમાં ચીઝ ભરીએ ત્યારે ચાટ મસાલો, મિક્સ હર્બસ અને ઓરેગાનો પણ નાંખી શકાય.
બેકિંગપાઉડરના બદલે બેકિંગ સોડા પણ લઈ શકાય.
🥕 Ingredients
મેંદો – 400 ગ્રામ
દહીં – 60-70 ગ્રામ
દળેલી ખાંડ – 2 ટી સ્પૂન
બેકિંગ પાઉડર – 2 ટી સ્પૂન
તેલ – 2 ટેબલસ્પૂન
મીઠું –2 ટી સ્પૂન
હૂંફાળું પાણી – જરૂર મુજબ
મોઝરેલા ચીઝ – 200 ગ્રામ છીણેલું
કોથમીર – 100 ગ્રામ(સમારેલી)
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદોનો લોટ, ખાંડ, બેકિંગપાઉડર અને મીઠું નાંખી હલાવવું.
પછી તેમાં દહીં નાંખી તેલ ઉમેરી હૂંફાળા પાણીથી લોટ બાંધવો.
રોટલી કરતાં ઢીલો લોટ બાંધવો અને પછી તેલ લઈ બરાબર મસળવો.
આ લોટને હૂંફાળા પાણીમાં બોળેલ કાપડને નિચોવી લઈ તેને લોટ પર ઢાંકી દેવું અને તેના પર થાળી ઢાંકી 2 કલાક માટે મૂકી રાખવો.
હવે તેમાંથી એક મોટું લૂઓ કરી તેને મેંદાના લોટમાં બોળીને વણવું પછી તેમાં વચ્ચે મોઝરેલાચીઝ અને કોથમીર નાંખી રોટલીને ચારેબાજુ થી બંધ કરી લૂઓ કરી ફરી વણવું.
લોઢી ગરમ કરવા મૂકી તેમાં આ નાન નાંખી તેલથી બંને બાજુ શેકી લેવું.
અથવાતો લોઢી ગેસ પર ગરમ થાય એટલે નાનને પાણી લગાવી લોઢીમાં નાખવી જેથી તે ચોંટી જશે.
હવે એક સાઇડ પર શેકી લેવી.
પછી લોઢીને ઊંધી કરી નાનને ડાઇરેક્ટ ગેસની ફ્લેમ પર શેકવી.