Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Butter Khari
Home
Recipe
Butter Khari
Butter Khari
Bekari
Cooktime
1 કલાક
Weight
350 ગ્રામ
🥕 Ingredients
મેંદો – 250 ગ્રામ
મીઠું – 1/2 ટી સ્પૂન
સોલ્ટેડ બટર લોટ બાંધવા માટે – 15 ગ્રામ
સોલ્ટેડ બટર(રોટલા પર લગાવવા માટે) – 100 ગ્રામ
🍕 Recipe
મેંદાના લોટમાં મીઠું અને 15 ગ્રામ જેટલું સોલ્ટેડ બટર નાંખી બરાબર લોટને મિક્સ કરી લેવો.
ત્યારબાદ એકદમ ઠંડા પાણીથી લોટ બાંધવો, લોટમાં થોડું-થોડું પાણી ઉમેરતા જવું.
રોટલી કરતાં કઠણ અને પરોઠા કરતાં ઢીલો લોટ બાંધવો.
10 થી 15 મિનિટ સુધી લોટને બરાબર મસળવો, લોટ ખેચવો ફરી પાછો ભેગો કરવો એ રીતે મસળતું જ્વું એટલે લોટ એકદમ નરમ થશે.
લોટનો લુવો બનાવી પાતળો અને બધી બાજુથી એકસરખો ચોરસ રોટલો વણવો.(રોટલો વણવા કોરો લોટ લઈ શકાય)
30 થી 35 ગ્રામ સોલ્ટેડ બટરને મસળીને સુવાળું થાય પછી રોટલા ઉપર એકસરખું લગાવવું.
હવે રોટલાને ફોલ્ડ કરવો, રોટલાને એક કિનારીએથી લઈ વચ્ચે મધ્યમાં મૂકવી, ત્યારપછી બીજીકિનારીને લઈ તેની બીજી ધાર ઉપર મૂકવી.
તેને 15 મિનિટ સુધી ફ્રિજમાં રાખવું.
15 મિનિટ પછી ફ્રિજમાંથી બહાર કાઢી ફરી સોલ્ટેડ બટર લગાવી ઉપરની રીતે ફરી વણવું.
ફરી 15 મિનિટ ફ્રિજ માં મૂકી એ જ રીતે વણવું.
હવે છેલ્લી વાર તેને ફરી વણીને પહેલી કિનારીને લઈ સેન્ટરમાં મૂકવી અને બીજી કિનારીને પણ સેન્ટરમાં લઈ વચ્ચેથી બૂક વાળીએ તેમ વાળવી.
આ એક પફ પેસ્ટ્રી ડો તૈયાર થશે.
હવે તેમાંથી ખારી વણવા માટે ત્રણવાર રોટલાને વણવો અનેવણાઈ ગયા પછી ચોથી વાર થોડો જાડો રોટલો વણી લેવો.
પછી રોટલાની ચારે બાજુથી કિનારીઓ બરાબર કાપી લેવી. પછી ખારીના શેપમાં કટરથી કટ કરી લેવો.
3 સરખા ભાગમાં કટ કરી અડધો ઇંચ પોહળી પટ્ટીઓ કાપવી, તે પટ્ટીઓ બેકિંગ ટ્રેમાં થોડા-થોડા અંતરે ગોઠવવી.
250 ડિગ્રીએ ઓવનને 10 મિનિટ પહેલા પ્રીહિટ કરી લેવું, અને પછી ખારીને 30 મિનિટ બેક કરવી.
બનેલી ખારીને એક ક્લાક ઠંડી થવા દેવી, ત્યારબાદ 100 ડિગ્રીએ ઓવનને ફરી પ્રીહિટ કરી લેવું.
ખારીને ફરીથી 20-25 મિનિટ માટે 100 ડિગ્રી તાપમાને બેક કરી લેવી.
ખારી ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થશે. એટલે બનીને તૈયાર.
બટર ખારી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day