Bread Bhajiya

Farsan

bread-bhajiya

Cooktime

30 મિનિટ

Serving

5 વ્યકિત

Notes

બ્રેડના ગોળાને ડાયરેક્ટ પણ તળી શકાય છે
🥕 Ingredients

  • બટાટાં – 1 કિલો
  • ચણાનો લોટ – 250 ગ્રામ
  • મીઠું અને ખાંડ – સ્વાદાનુસાર
  • બ્રેડ – 1 પેકેટ
  • તળવા માટે તેલ – 500 ગ્રામ
  • આદું- મરચાંની પેસ્ટ – 2 ચમચા મોટા
  • લીમડાનાં પાન – 5 તીરખી
  • લીલા ધાણા – 100 ગ્રામ
  • જીરું – 1/2 ચમચી
  • રાઈ – 1/2 ચમચી
  • કાજુ દ્રાક્ષ – 1 વાટકી
  • લીલા કોપરાનું છીણ – 2 ચમચા
  • ગરમમસાલો – 1/2 ચમચી
  • લીંબુનો રસ – 2 ચમચી
  • ખાવાનો સોડા – 1 ચપટી

🍕 Recipe

  1. બટાટાંને બાફી છૂંદો કરવો.
  2. એક કડાઈ માં વઘાર માટે તેલ લઈને તેમાં રાઈ, જીરું, ક્રશ કરેલું આદું- મરચાંની પેસ્ટ ઉમેરીને સાતળવું.
  3. થોડીવાર પછી તેમાં કાજુ, દ્રાક્ષ અને બાફેલાં બટાટાંનો છૂંદો ઉમેરીને મિક્સ કરી દેવો.
  4. હવે તેમાં લીલા ધાણા, મીઠું, લીંબુનો રસ, લીલા કોપરાનું છીણ, ગરમમસાલો ભેળવી દેવા.
  5. હવે બધી બ્રેડની કોરને કટ કરી લેવી.
  6. ત્યારબાદ એક બ્રેડને પાણી ભરેલા બાઉલમાં બોળીને બન્ને હાથ વચ્ચે દબાવી પાણી નિતારી લેવું.
  7. હવે તેમાં વચ્ચે બટાટાંનું મિશ્રણ મૂકી બ્રેડને હાથની મદદથી ગોળો વાળી દેવો.
  8. કોઈપણ બાજુ બ્રેડ ખૂલી ન રહેવી જોઈએ તે રીતે બોલ જેવો આકાર આપવો..
  9. હવે ચણાનો લોટ લઈ તેમાં થોડોક (1 ચપટી) સોડા, અજમો અને મીઠું નાંખીને એકદમ પતલું રાબડું તૈયાર કરો.
  10. હવે તૈયાર કરેલ ચણાના લોટના મિશ્રણમાં બોળી તેલમાં ધીમા તાપે તળવા.
  11. બદામી રંગ થાય એટલે કાઢી લેવું.