સૌ પ્રથમ નાના રીંગણ લઈ તેના ડીટીયા કાઢી એક કાપ મૂકવો અને બીજો નીચેથી મૂકવો. (ઉપર કરતાં વિરદ્ધ સાઇડ) આવી રીતે બધા રીંગણને કાપા પાડી તૈયાર કરવા.
હવે એક ડીશમાં શીંગદાણાનો ભૂકો, કોપરું, સફેદ તલનો ભૂકો, મગજતરી અને કાજુનો ભૂકો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, લીંબુનો રસ, ચણાનો લોટ, મીઠું, ખાંડ અથવા ગોળ નાંખી મિક્સ કરવું.
હવે કૂકરમાં 5 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકવું.
પછી રીંગણને બનાવેલા મસાલાથી ભરીને તૈયાર કરવા અને તે રીંગણને કુકરમાં નાંખી અને રીંગણ ભરતા જો મસાલો વધ્યો હોય તો તેમાં ઉમેરી કુકરને બંધ કરી 4 સિટી વગાડવી.
તૈયાર થાય પછી તેમાં કોથમીર નાંખી ગરમા ગરમ પીરસવું.