બદામ નાનખટાઈ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Badam Nankhatai
Home
Recipe
Badam Nankhatai
Badam Nankhatai
Bekari
Cooktime
25 મિનિટ
Notes
કુકર વાપરતી વખતે કુકર ની સિટિ અને રીંગ કાઢી નાખવી.
🥕 Ingredients
ઘી/માખણ – 120 મિલી
પાઉડર ખાંડ – 80 ગ્રામ
મેંદોનો લોટ – 155 ગ્રામ
બેસન લોટ – 90 ગ્રામ
રવો / સોજી - 20ગ્રામ
બદામ પાઉડર – 2 ચમચી
બેકિંગ પાઉડર – 1/2 ચમચી
એલચી પાઉડર – 1/4 ચમચી
મીઠું – ચપટી
દૂધ જો જરૂરી હોય તો – 2 ચમચી
મીઠું / રેતી– 2 કપ કૂકરમાં કૂક કરવા માટે
🍕 Recipe
સૌ પ્રથમ એક મોટા બાઉલમાંથી થીજેલું ઘી / માખણ અને ખાંડનું મિશ્રણ લો.
2 મિનિટ માટે અથવા મિશ્રણ ક્રીમી ન થાય ત્યાં સુધી બીટર વડે ધીરે ધીરે ફીણવું.
હવે મેંદો, બેસનનો લોટ, રવા, બેકિંગ પાઉડર, એલચી પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળવું અને મિશ્રણ તૈયાર કરવું.
માખણ અને ખાંડના મિશ્રણની અંદર લોટના મિશ્રણ ને ઉમેરી હલાવો.
ત્યારપછી તેમાં દૂધ ઉમેરો અને પછી આ મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યાં સુધી મસળો.
સોફ્ટ લોટ તૈયાર કરો.
એક નાના બોલના કદના સહેજ સપાટ અને ચપટા ગોળા તૈયાર કરો.
તેની ઉપર કાજુ પિસ્તા બદામ ની કાતરણ ચોટાડવી.
કુકરની અંદર મીઠું કે રેતી ઉમેરી 10 મિનિટ પ્રીહિટ કરો.
વચ્ચે થોડી જગ્યા રહે તેમ બિસ્કિટ માટેના લોટના બોલ એક પ્લેટ પર મૂકો.
કુકરના ઢાંકણને ઢાંકીને મધ્યમ, ધીમી આંચ પર 15 મિનિટ સુધી બેક થવા દો.
અથવા એના વૈકલીપ રીતે પ્રીહિટેડ ઓવેનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day