એપલ પાઈ કેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Apple Pai-cake
Home
Recipe
Apple Pai-cake
Apple Pai Cake
Bekari
Cooktime
70 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
સામગ્રી:
મેંદો - 160 ગ્રામ
મીઠું - સ્વાદાનુસાર
ઠંડું ઘી - 200 ગ્રામ
ઠંડું પાણી - 60 ગ્રામ
ફીલીંગ:
લીલાં સફરજન ( છોલીને સમારેલાં) - 700 ગ્રામ
ખાંડ - 100 ગ્રામ
મેંદો - 15 ગ્રામ
મીઠું - સ્વાદાનુસાર
તજનો પાઉડર - 2 ગ્રામ
જાયફળનો પાઉડર - સ્વાદાનુસાર
અડધું લીંબુ
ખાંડ - 7 ગ્રામ
દળેલી ખાંડ - 3 ગ્રામ
પાણી - 7.5 મિલી
ટોપિંગ:
વેનીલા આઇસક્રીમ - 1 સ્કૂપ
🍕 Recipe
એક બાઉલમાં મેંદો અને મીઠું ભેગા કરો.
તેમાં ઠંડું ઘી ઉમેરીને કાંટાવાળી ચમચીથી ભેગું કરો.
ધીરે ધીરે ઠંડું પાણી ઉમેરતા જાવ અને લોટ ભેગો કરતા જાવ. લોટ વધારે પડતો ઢીલો કે કઠણ ન હોવો જોઈએ .
આ લોટમાંથી નાના-નાના ગોળા વાળીને ઉપર ઢાંકીને 2 કલાક ફ્રીજમાં મૂકી દેવા.
સફરજનને છોલી તેની લાંબી ચીરી કરો.
એક બાઉલમાં સફરજન, ખાંડ, લોટ, મીઠું, તજનો પાઉડર, જાયફળનો પાઉડર, અને લીંબુનો રસ ભેગું કરીને 1 કલાક ફ્રીજમાં મૂકી દેવું.
ઓવનને 200 C(400 F) ગરમ કરો.
ફ્રીજમાંથી પાઇનો લોટ (નાના ગોળા) લઈને એક માંથી બે કરીને 3 મીમી જાડા રોટલા વણવા.
પછી તેને પાઇની ડીશ ઉપર પાથરી દો અને વધારાનું કિનારેથી કાપી દો.
પછી સફરજનનું ફીલીંગ મિશ્રણ તેના ઉપર પાથરો.
પછી બીજો એક રોટલો વણીને તેના ઉપર પાથરી દો અને વધારાનું કિનારેથી કાપીને કિનારી બંધ કરી દો.
પછી તેના ઉપર ઘી ચોપડીને ખાંડ ભભરાવો. એના ઉપર નાના કાપા પાડો.
જ્યાં સુધી બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી ઓવનમાં 20 થી 30 મિનિટ માટે બેક કરો.
ત્યારબાદ તેને ઠંડું થવા દો અને આઇસક્રીમ સાથે જમાડો.
હવે એપલ પાઇ તૈયાર છે!
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day