લીંબુના રસને દૂધનો એક ઊભરો આવે પછી થોડું થોડું એક એક ચમચી ઉમેરતા ઉમેરતા હલાવવું.
દૂધમાંથી પનીર છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી એક કોટનના કપડામાં પનીર નાંખી તેમાંથી પાણી નીતરી જાય એટલે વધારાનું પાણી પોટલી વાળી હાથથી દબાવીને નિતારી લેવું.
પાણી નીતરી જાય એટલે ઠંડું સાદું પાણી ઉમેરી પનીર ધોઈ લેવું.
પનીરમાંથી પાણી નીતરી જાય એટલે તેને એક વાસણમાં બરાબર મસળી મુલાયમ કરી તેના નાના-નાના દ્રાક્ષ જેવડા રસગુલ્લા કરી લેવા.
હવે એક કડાઈમાં 1 કપ ખાંડ અને ૨ કપ જેટલું પાણી ઉમેરી તેને ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવું.
અહી ખાંડને ઓગાળવાની જ છે ચાસણી બનાવવાની નથી.
હવે બધા રસગુલ્લાને ચાસણીમાં ઉમેરી દેવા.
રસગુલ્લા ડબલ સાઇઝના થઈ જાય એટલે ગેસ બંધ કરી રસગુલ્લા એક બાઉલમાં કાઢી લેવા સાથે થોડી ચાસણી પણ લઈ લેવી.
બાસુંદી બનાવવા માટે:
હવે બાસુંદી બનાવવા માટે એક વાસણમાં દૂધને ગરમ કરવા મૂકવું અને તે અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળવું.
હવે તેમાં અગાવથી થોડા દૂધમાં પલાળેલું કેસર ઉમેરવું અને હલાવતા રહેવું.
થોડીવાર પછી ઇલાયચી પાઉડર એડ કરી દેવો.
આ બાસુંદી માટે દૂધ તૈયાર છે તેને ઠંડું થવા દેવું.
હવે ચાસણીમાંથી રસગુલ્લાને એક બાઉલમાં લેવા અને તેના ઉપર બાસુંદીને ઉમેરવી અને તેની ઉપર પિસ્તાની કાતરીથી ગાર્નિશ કરી ફ્રીજમાં ઠંડી કરીને પીરસવી.