આખા મરચાંની કઢી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Akha Marchani-kadhi
Home
Recipe
Akha Marchani-kadhi
Akha Marchani Kadhi
Dal
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચણાનો લોટ – 250 ગ્રામ
લીલાં મરચાં – 7 થી 1૦ નંગ
છાશ – 2 કપ
તેલ – 2 ચમચી
ગરમમસાલો – 1 ચમચી
હળદર – 1 ચમચી
આદું-મરચાંની પેસ્ટ – 1 ચમચી
ગોળ – 2 ચમચી
ધાણાજીરું પાઉડર – 1 ચમચી
લાલ મરચું પાઉડર – 3/2 (દોઢ ) ચમચી
મીઠા લીમડાનાં પાન – 3-4 નંગ
રાઈ – 1 ચમચી
જીરું – 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ 200 ગ્રામ ચણાનો લોટ શેકી લેવો.
ઠંડો થાય પછી તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, 2 ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું અને મરચાંમાં કાપો કરી ભરી દેવું.
ત્યારબાદ એક બાઉલમાં છાશ લઈ તેમાં 50 ગ્રામ ચણાનો લોટ, હળદર નાંખીને મિક્સ કરી તેને ઉકાળી લેવું.
ત્યારબાદ તેમાં મીઠું, ગોળ, આદું, મરચાં નાંખી 2-3 મિનિટ ઉકાળવું.
ત્યારબાદ તેમાં ભરેલા મરચાં ઉમેરવા અને બફાવા દેવા.
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો, ગરમમસાલો નાખવો.
અને તે વઘાર કઢીમાં ઉમેરવો અને ગરમ ગરમ પીરસો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day