ઘઉંને પાણીમાં 2 દિવસ સુધી પલાળી રાખો. 2 દિવસમાં 4 વાર પાણી બદલી નાખવું.
2 દિવસ પછી 2-3 વાર બરાબર મસળીને ઘઉંને સાદા પાણીથી ધોઈ લેવા.
પછી એક ગરણીથી પાણી નિતારીને એક કુકરમા ઘઉં અને 12 કપ જેટલું પાણી ઉમેરીને મીડિયમ તાપે 2-3 વ્હિસલ થવા દેવી.
પછી ઘઉંમાંથી 3 કપ પાણી કાઢીને તેમાં થોડું મીઠું, પાપડનો ખારો અને બેકિંગ સોડા ઉમેરી બધું બરાબર મિક્સ કરી પછી ફરીથી 1 વ્હિસલ થવા દેવી.
પછી કુકર ઠરે એટલે બધું પાણી ગરણીથી નિતારીને ઘઉં બરાબર ઠંડા થાય એટલે તડકામાં 2-3 દિવસ કોટનના કપડામાં સુકાવા દેવા.
એકદમ સુકાઈ જાય એટલે એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીને તેમાં થોડા-થોડા ઘઉં વારા ફરતી નાંખીને ઘઉં ફૂટવા લાગે ત્યાં સુધી મીડિયમ તાપે ફૂટવા દેવા આ રીતે ઘઉંના પૌંઆ તૈયાર કરવા.
પછી કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં શીંગદાણા શેકવા અને પછી તેમાં લીમડો અને સૂકું કોપરું નાંખીને 2 મિનિટ સાતળવું.
પછી દાળિયા અને કાજુ નાંખીને હલાવતા 30 સેકન્ડ સુધી સાતળવું અને તેમાં હળદર, લાલ મરચું અને ચપટી મીઠું નાંખીને આ રીતે વઘાર કરવો.