અફઘાન મેવા આઇસક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Afghan Meva-icecream
Home
Recipe
Afghan Meva-icecream
Afghan Meva Icecream
Ice Cream
Cooktime
45 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
દૂધ – 1/2 લિટર
ખાંડ – 100 ગ્રામ
કસ્ટર્ડ પાઉડર – 30 ગ્રામ
ક્રીમ – 250 મી. લી
સૂકી દ્રાક્ષ – 15-20 નંગ
ચોકલેટની ઝીણી કુકી – 20-25 નંગ
જેલી – 15-20 નંગ
કાજુના ટુકડા – 10-15 નંગ
વેનીલા એસેન્સ – 1/2 ટી સ્પૂન
🍕 Recipe
એક વાડકીમાં ૫૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર નાંખી, બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું.
દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-10 મિનિટ ઉકાળવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
પછી કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેન્ડર ફેરવી સ્મુધ બનાવવું.
પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
આઇસક્રીમ થોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સરમાં મિક્સ કરવું.
હવે તેમાં સૂકી દ્રાક્ષ, ચોકલેટની ઝીણી કુકી, જેલી અને કાજુના ટુકડા નાંખીને બરાબર મિક્સ કરી લેવું.
હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી આઇસક્રીમ ને ફ્રિજમાં સેટ થવા મુકવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day