અડદની દાળ બરાબર ધોઈ સાફ કરી કુકરમાં ઘી નાંખી મીઠું અને પાણી નાંખી 1–2 સિટી કરી લેવી.
ટામેટું, આદું, મરચાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લેવી.
એલચીના દાણા કાઢી મરી, લવિંગ, તજ તેને મિક્સર જારમાં કકરુ દળી મસાલો તૈયાર કરો.
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખી હળદર, ધાણાજીરું, લિંબડો નાંખી તેમાં કકરો દળેલો મસાલો નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં ટમેટાં અને મરચાં આદુંની પેસ્ટ નાંખી હલાવું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી.
પછી તેમાં 2 કપ જેટલું પાણી નાંખી મીઠું નાંખી 2–3 મિનિટ પછી અડદ નાંખી બધું બરાબર મિક્સ કરવું અને ધાણા નાંખી સર્વ કરવું.