Prevention is better than cure

In Gujarati published at January 19, 2023

Prevention is better than cure

prevention-better-than-cure
Published
January 19, 2023
Language
Gujarati
Read Time
5 mins

શરીર સ્વસ્થ અને નિરોગી હોય તો જ આપણે સુખી રહી શકીએ છીએ. આ વાત સૌ જાણતા હોવા છતાં ઘણી વાર નિરોગી જીવન ટકાવી રાખવા માટે ઘણા લોકો જાગૃત હોતા નથી. શરીરમાં રોગ આવે પછી જ મોટે ભાગે નિરોગી જીવનનું મહત્ત્વ સમજાય છે. માટે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન હોય ત્યારથી જ રોગથી દૂર રહેવા માટેની સાવધાની અને કાળજી રાખવી એ શ્રેષ્ઠ છે.

 

આપણે જાણીએ છીએ કે, ‘Prevention is Better Than Cure’ પરંતુ તે પૂરતું નથી. ‘Prevention is not only Better But Cheaper & Easier Than Cure’ અર્થાત્ શરીરમાં રોગ પ્રવેશે પછી તેની સારવાર કરી નિવારણ કરવા કરતાં રોગ થાય જ નહિ તેવી કાળજી રાખવી તે વધુ સારું , સસ્તું અને સહેલું પણ ગણાય છે. માટે આપણે કાયમી નિરોગી અને સ્વસ્થ જીવન જાળવી રાખવામાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, તો ભગવાને અતિ કૃપા કરીને આપેલા મહા દુર્લભ એવા આ મનુષ્યદેહના માધ્યમે સુખે સેવા, સત્સંગ અને ભજન કરીને ભગવાનને પામવાનું કામ કરી શકાય.

 

શરીરને નિરોગી રાખવા માટે અનિવાર્ય છે આદર્શ જીવનશૈલી….હાલના સમયમાં જીવનશૈલી આધારિત રોગો જેવા કે, ડાયાબિટીસ, હાઈ બી.પી, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા, હૃદયરોગની બિમારી, મગજના સ્ટ્રોક(લકવો) વગેરેનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જે બિમારી પહેલાં મોટે ભાગે ૫૦ થી ૬૦ વર્ષની ઉંમર પછી જોવા મળતી હતી તે હાલના સમયમાં ૩૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં પણ વધતી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ છે અયોગ્ય જીવનશૈલી.

 

આજથી ૨૫–૩૦ વર પહેલાં મર્યાદિત સુવિધાઓ હોવા છતાં બધા નિરોગી જીવન જીવતા હતા જ્યારે હાલમાં સુવિધાઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું તેની સાથોસાથ જીવનશૈલીમાં પણ અયોગ્ય ફેરફાર થવાથી રોગોનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ છે. માટે આદ્યું ર્શ જીવનશૈલી અપનાવવી ખૂબ જ લાભદાયી વાત છે.

આદર્શ જીવનશૈલીનાં પાસાં

૧. આહાર : યોગ્ય પૌષ્ટિક આહાર તથા પૂરતા પાણીનું સેવન
૨. ઊંઘ : જરૂર પૂરતી આરામદાયક ઊંઘ
૩. પ્રાણાયામ અને વ્યાયામ : નિયમિત શારીરિક શ્રમ તથા ધ્યાન
૪. યોગ્ય વજન : મેદસ્વીતા, જાડાપણાથી બચવું
૫. ચિંતારહિત સ્વસ્થ મન : આનંદમય, સંતોષ અને શાંતિપૂર્ણ જીવન
૬. સારી ટેવો અનેશોખ : ગાવું, વાંચવું, સાંભળવું, વગાડવું વગેરે…
૭. વ્યસન મુક્ત જીવન : બીડી, તમાકુ, ધુમ્રપાન, દારૂ જેવાં વ્યસનોથી દૂર રહેવુ

 

આદર્શ જીવનની સાથોસાથ ૩૦ થી ૪૦ વરની ઉંમર પછી નિયમિત શરીરનું બોડી ચેકઅપ કરાવી શકાય. તેનાથી જો કોઈ બિમારીનું નિદાન શરૂઆતના સમયમાં જ થાય તો તેના આધારે જીવનશૈલીના જરૂરી ફેરફારો અને ઓછામાં ઓછી દવાથી જ બિમારીને વધતી અટકાવી શકાય અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.