Hindu scriptures support the Swaminarayan sect

hindu-scriptures-support-the-swaminarayan-sect
Published
September 6, 2023
Language
Gujarati
Read Time
30 mins

હિન્દુ ધર્મગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયને સમર્થન આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાય શાસ્ત્રોક્ત છે.  વાંચો પૌરાણિક હિન્દુ શાસ્ત્રોના પુરાવા સાથે...📖

 

1. પદ્મ પુરાણ, ઉત્તરખંડ (6ઠો ખંડ), 72.175

नर: कृष्णो हरिर्धर्मनन्दनो धर्मजीवन: |

ઊં आदिकर्ता सर्वसत्य: सर्वस्त्रीरत्नदर्पहा || 175

 

ધર્મને પુન: જીવિત કરી તેની રક્ષા કરવા સ્વયં પરમાત્મા શ્રી હરિકૃષ્ણ ભગવાન ધર્મદેવને ત્યાં નરરૂપે, એટલે કે મનુષ્યરૂપે કળિયુગમાં અવતાર લેશે. તેઓ અનંતકોટી બ્રહ્માંડોના આદિકર્તા છે, સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે, અને ઇન્દ્રિયોને જીતનારા છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

પાના નં. - પુસ્તક 1399, PDF 176

 

2. કૂર્મ પુરાણ, બ્રાહ્મી સંહિતા, 27.12-13

ये ब्राह्मणा वंशजाता युष्माकं वै सहस्त्रश: |

तेषां नारायणे भक्तिर्भविष्यति कलौयुगे || 12

 

परात्परतरं यान्ति नारायणपरा जना: |

न ते तत्र गमिष्यन्तियेद्विषन्ति महेश्वरम् || 13

 

ભગવાન શ્રી કૃષ્ણ ઋષિઓને કહે છે - જે અનેક જીવો તમારા વંશમાં ઉત્પન્ન થશે, તેમની કળિયુગમાં પ્રગટ થનાર પુરુષોત્તમ નારાયણમાં ભક્તિ ઉદય થશે. તે પરબ્રહ્મ નારાયણમાં ભક્તિ રાખનાર સર્વે જનો સર્વે ધામોથી પરનું સર્વોત્તમ પદ પ્રાપ્ત કરી લેશે. પરંતુ, જે ભગવાન શિવનો દ્રોહ કરશે, તેમને તે ધામ કદાપિ પ્રાપ્ત નહિ થાય.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭
પેજ નં. - પુસ્તક 126, PDF 154

 

3. ઋગ્વેદ, 1.154.06

 

ता वां वास्तू॑न्युश्मसि॒ गम॑ध्यै॒ यत्र॒ गावो॒ भूरि॑शृङ्गा अ॒यासः ।
अत्राह॒ तदु॑रुगा॒यस्य॒ वृष्णः पर॒मं प॒दमव॑ भाति॒ भूरि॑ ॥ 1.154.06

 

સર્વેથી પર જે બ્રહ્મધામમાં ખૂબ મોટા અને લાંબા તેજનાં કિરણો સર્વત્ર પ્રસારિત છે, ખૂબ જ કીર્તિવાળા અને સહજમાં આનંદ વરસાવવા વાળા પરમેશ્વર શ્રી પુરુષોત્તમ નારાયણનું એ જ પરમપદ દિવ્ય ધામ છે. તેની કોઈ જ સીમા નથી. તે ધામમાં એક વિશાળ તેજપુંજમાંથી અતિ ઉન્નતિવાળા અને અતિ વિસ્તારવાળા તેજનાં કિરણોની છટાઓ છૂટે છે, અસંખ્ય નિત્યમુક્તો શ્રીહરિની અખંડ સ્તુતિ કરે છે, ત્યાં પોતાના નિત્યમુક્તોની સાથે શ્રીહરિ સદાય બિરાજમાન રહે છે. ભગવાનનું તે દિવ્ય ધામ અનંત, અધો-ઉર્ધ્વ ચારે કોર પ્રમાણે રહિત અને સર્વવ્યાપી છે. તે અન્ય કોઈના પ્રકાશથી નહિં, પરંતુ પુરુષોત્તમ નારાયણના સ્વપ્રકાશથી જ પ્રકાશમાન છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

4. શુક્લ યજુર્વેદ, 6.3

 

याते याते धामान्यु श्म्मसिगम॑ध्यै॒ यत्र॒ गावो॒ भूरि॑शृङ्गा अ॒यासः ।
अत्राह॒ तदु॑रुगा॒यस्य॒व्विष्णोड़परमम्पदमव॑ भारि॑ भूरि॑ ॥ 6.3

 

સર્વેથી પર જે બ્રહ્મધામમાં ખૂબ મોટા અને લાંબા તેજનાં કિરણો સર્વત્ર પ્રસારિત છે, ખૂબ જ કીર્તિવાળા અને સહજમાં આનંદ વરસાવવા વાળા પરમેશ્વર શ્રી પુરુષોત્તમ નારાયણનું એ જ પરમપદ દિવ્ય ધામ છે. તેની કોઈ જ સીમા નથી. તે ધામમાં એક વિશાળ તેજપુંજમાંથી અતિ ઉન્નતિવાળા અને અતિ વિસ્તારવાળા તેજનાં કિરણોની છટાઓ છૂટે છે, અસંખ્ય નિત્યમુક્તો શ્રીહરિની અખંડ સ્તુતિ કરે છે, ત્યાં પોતાના નિત્યમુક્તોની સાથે શ્રીહરિ સદાય બિરાજમાન રહે છે. ભગવાનનું તે દિવ્ય ધામ અનંત, અધો-ઉર્ધ્વ ચારે કોર પ્રમાણે રહિત અને સર્વવ્યાપી છે. તે અન્ય કોઈના પ્રકાશથી નહિં, પરંતુ પુરુષોત્તમ નારાયણના સ્વપ્રકાશથી જ પ્રકાશમાન છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭
પાના નં. - PDF 170

 

5. છાંદોગ્ય ઉપનિષદ્, 3.13.7

 

अथ यदतः परो दिवो ज्योतिर्दीप्यते विश्वतः पृष्ठेषु
सर्वतः पृष्ठेष्वनुत्तमेषूत्तमेषु लोकेष्विदं वाव
तद्यदिदमस्मिन्नन्तः पुरुषे ज्योतिः ॥ ३.१३.७॥

 

હવે આ સ્વર્ગ સમાન દિવ્ય લોકની ઉપર જે તેજ છે, અને તે તેજ અનેક બ્રહ્માંડો ઉપર અને સત્યલોક વગેરે ઘણાં ઉચ્ચ કોટિનાં લોકોમાં પણ છે, એ જ તેજ પુરુષ (પ્રકૃતિ પુરુષ) ની અંદર રહેલું છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

6. સ્કંદ પુરાણ, શ્રી વાસુદેવ માહાત્મ્ય 17.1-5

तत्त्वेककालसंभूतकोटिकोट्यर्कसन्निभम् ।।

स व्यचष्ट महत्तेजो दिव्यं सिततरं मुने ।।१।।

 

दिशश्च विदिशः सर्वा ऊर्द्ध्वाधो व्याप्नुवच्च यत्।।

अक्षरं ब्रह्म कथितं सच्चिदानन्दलक्षणम् ।। २ ।।

 

प्रकृतिं पुरुषं चोभौ तत्कार्याण्यपि सर्वशः ।।

व्याप्तं यद्योगसंसिद्धाः षट्चक्राणि निजान्तरे ।।

व्यतीत्य मूर्ध्नि पश्यन्ति वासुदेवप्रसादतः ।। ३ ।।

 

यद्भासा भासितः सूर्यो वह्निरिन्दुश्च तारकाः ।।

भासयन्ति जगत्सर्वं स्वप्रकाशं तथामृतम् ।। ४ ।।

 

यद्ब्रह्मपुरमित्याहुर्भगवद्धाम सात्वताः ।।

यस्यान्तिकेषु परितस्तिष्ठन्त्यर्चककोटयः ।। ५ ।।

 

આ મહાચોકમાં દેખેલું મહાતેજ કેવું છે? એક સાથે ઉદય પામેલ હજારો સૂર્ય જેવું પ્રકાશમાન અને અમાપ છે. આ તેજ દિશાઓ, વિદિશાઓં તથા અધો - ઉર્ધ્વ વ્યાપીને રહેલ અક્ષરબ્રહ્મસંજ્ઞક છે. આ તેજ પ્રકૃતિપુરુષને તથા તેનાં કાર્યોને વિષે વ્યાપીને રહેલું છે. આ એ જ તેજ છે જે સિદ્ધ યોગીઓ ભગવાનની કૃપાથી એમના છ ચક્રો (તેમના શરીરની અંદર) પાર કર્યાં પછી તેમના મન-મસ્તિષ્કમાં સહસ્રાર-કમલામાં જુએ છે. આ તેજથી જ સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને તારાઓ પ્રકાશિત છે, જેને બ્રહ્મપુર અથવા પુરુષોત્તમ નારાયણનું ધામ કહ્યું છે. તે તેજની ચારે તરફ પૂજન કરનાર ભક્તોના સમૂહો ઊભા છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

7. સ્કંદ પુરાણ, વૈષ્ણવખંડ, વૈશાખ માસ માહાત્મ્ય, અધ્યાય 18, વાસુદેવ માહાત્મ્ય, શ્લોક 42-44 (2.18.42-44)

मया कृष्णेन निहता: साड़र्जुनेन रणेषु ये ।

प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्मं यदा क्षितौ ॥ 42

 

धर्मदेवात्तदा भक्तादहं नारायणो मुनि: ।

जनिष्ये कोशले देशे भुमौ हि सामगो द्विज: ॥ 43

 

मुनिशापान्नृतां प्राप्तानृषींस्तात तथोद्धवम् ।

ततोड़वितासुरेभ्योड़हं सद्धर्मं स्थापयन्नज ॥ 44

 

અર્જુને સહીત મારા દ્વારા રણમાં હણાયેલા સવાસનિક અસુરો જયારે પૃથ્વી ઉપર અધર્મ પ્રવર્તાવશે, ત્યારે નારાયણમુનિ નામે હું પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવી થકી પૃથ્વી ઉપર કોશલ દેશમાં સામવેદી-દ્વિજકુળમાં અવતાર ધારણ કરીશ.

 

હે અજ! હે બ્રહ્માજી! હે તાત! સદ્ધર્મનું પાલન કરતો થકો હું, ઉદ્ધવ અને અન્ય ઋષિ-મુનિઓના શ્રાપને કારણે માનવ સ્વરૂપ ધારણ કરનારા દાનવોથી હું સાધુ-સંતોની રક્ષા કરીશ.

 

હસ્તલિખિત પ્રત (Manuscript) | Page 66

 

  • ◉ મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ, Delhi - Click here to read 🡭
    Page # 288

 

  • ◉ કન્નડ ભાષામાં છપાયેલ ગ્રંથ -  Click here to read 🡭
    PDF Page 318

 

 

 

  • ◉ શ્રી વેંકટેશ્વર (સ્ટીમ) મુદ્રણાલય (સંવત 1966)
    નાગ પ્રકાશક - દિલ્હી (સંવત 1986) - Click here to read 🡭 

PDF Page No. 623

8. પદ્મ પુરાણ, ઉત્તરખંડ (6ઠો ખંડ), 176. 48-50

 

तत: स्वामिनमालोक्य लोकानां स्वामिनं विभुम्
यमालोक्य न पश्यन्ति निरयं जातुचिन्नरा: |
स्वर्गे कल्पशतं स्थित्वा मुक्तसंसारवासना: || ४९
मुक्तिं च प्रतिपद्यन्ते नात्र कार्या विचारणा |

 

સર્વે બ્રહ્માંડોના સ્વામી, સર્વોપરી, શ્રી સ્વામિનારાયણ પ્રભુના એક વાર પણ દર્શન પ્રાપ્ત થવાથી કોઈને પણ યમપુરીમાં જવું પડતું નથી. તેમના દર્શન કરનાર સો કલ્પો સુધી સ્વર્ગમાં અતિશય સુખ ભોગવી, સંસારની વાસનાથી મુક્ત થઈ મહામુક્તિને, એટલે કે આત્યંતિક મોક્ષને પામે છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭
પાના નં. - પુસ્તક 1563 | PDF 340

 

9. વરાહ પુરાણ 10.15-16


एवं विष्णुर्महेशानां नाम ग्रह्यन्व्यवस्थित: |

स च नारायणो देव: कृते युगवरे प्रभु: || 15

 

त्रेतायां रुद्ररूपस्तु द्वापरे यज्ञमूर्तिमान |

कलौ नारायणो देवो बहुरूपो व्यजायत || 16

 

આ રીતે વિષ્ણુ ભગવાને સર્વે મહાન દેવોના નામોનો ઉલ્લેખ કરતાં કહ્યું - સતયુગમાં પણ ભગવાનનો અવતાર થાય છે. ત્રેતાયુગમાં રુદ્રરૂપ અને દ્વાપરયુગમાં મૂર્તિમાન યજ્ઞ રૂપે ભગવાનના અવતાર થાય છે. અને કળિયુગમાં સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇ, પોતાના સ્વરૂપમાં દેવી - દેવતાઓનાં બહુરુપનાં, એટલે કે અનેક દેવી - દેવતાઓનાં દર્શન કરાવશે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭
પાના નં. - પુસ્તક 24 | PDF 32

10. કૃષ્ણ ઉપનિષદ્, 2.6

 

स एव भगवान् युगे तुरीयेऽपि ब्रह्मकुले (ब्रह्मण्यां) जायमानः सर्व
उपनिषद उद्दिधीर्षुः सर्वाणि धर्मशास्त्राणि
विस्तारयिष्णुः सर्वानपि जनान् संतारयिष्णुः
सर्वानपि वैष्णवान् धर्मान् विजृम्भयन्
सर्वानपि पाषण्डान्निचखान । 6

 

કળિયુગમાં, સર્વોપરી ભગવાન બ્રાહ્મણના કુળમાં પ્રગટ થશે. તેઓ ઉપનિષદો અને સનાતન ધર્મના સર્વે શાસ્ત્રોના નિચોડરૂપ ઉપદેશ આપશે. તેઓ નાસ્તિકોને પણ આસ્તિક ભક્ત બનાવી જીતી લેશે, અને લોકોની આસુરી વૃત્તિઓનો નાશ કરી દેશે. તેઓ વૈષ્ણવ ધર્મનું આચરણ કરશે, અને ધર્મનું સ્થાપન કરશે.

 

◉  શાસ્ત્રની લિંક - (ખંડ - ૨)

1. Click here to read 🡭

2. Click here to read 🡭

11. કૃષ્ણ ઉપનિષદ્, 2.7

स एष जगदन्तर्यामी ।
स एष सर्वात्मकः ।
स एष मुमुक्षुभिर्ध्येयः ।
स एष मोक्षप्रदः ।
एतत्स्मृत्या सर्वेभ्यः पापेभ्यो मुच्यते ।
तन्नाम संकीर्तयन् विष्णुसायुज्यं गच्छति । 7

 

કળિયુગમાં પ્રગટ થનાર તે ભગવાન સમગ્ર બ્રહ્માંડોમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને નિવાસ કરે છે. તેઓ સર્વે જીવોના હૃદયમાં પણ વસે છે. તેઓ સર્વે મુમુક્ષુ આત્માઓનું પરમ અને અંતિમ ધ્યેય સ્વરૂપ છે. તેમની સ્મૃતિ માત્ર કરવાથી મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. તેઓ જીવોને સર્વે પાપોમાંથી ક્ષણમાત્રમાં મુકાવી, સહજતાથી જ આત્યંતિક મોક્ષ આપી દેશે. તેમના પવિત્ર નામનો જાપ કરવાથી સર્વત્ર વ્યાપક એવા તેમના પરમ ધામની પ્રાપ્તિ થાય છે.

 

◉  શાસ્ત્રની લિંક -

1. Click here to read 🡭

2. Click here to read 🡭

12. કૃષ્ણ ઉપનિષદ્, 2.8

 

तदेतद्दिवाऽधीयानो रात्रिकृतं पापं नाशयति ।
नक्तमधीयानो दिवसकृतं पापं नाशयति । 8

 

જે દિવસ દરમિયાન તેમનું ધ્યાન કરે છે તે આગલી રાતના પાપોમાંથી મુક્ત થાય છે. જે રાત્રે તેમનું ધ્યાન કરે છે તે આગલા દિવસના પાપોમાંથી મુક્ત થાય છે.

 

◉  શાસ્ત્રની લિંક -

1. Click here to read 🡭
2. Click here to read 🡭

13. કૃષ્ણ ઉપનિષદ્, 2.9

तदेतद्वेदानां रहस्यम् । तदेतदुपनिषदां रहस्यम् ।
एतदधीयानः सर्वक्रतुफलं लभते ।
शान्तिमेति । मनःशुद्धिमेति । सर्वतीर्थफलं लभते ।
य एवं वेद । देहबन्धाद्विमुच्यते । इत्येवोपनिषत् ॥ 9

 

આ સર્વે વેદોનું રહસ્ય છે. આ સર્વે ઉપનિષદોનું રહસ્ય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચારેય પુરુષાર્થનું ફળ પ્રાપ્ત કરવા, પરમ શાંતિ મેળવવા, શુદ્ધ અને નિર્મળ ભક્તિસભર હૃદય મેળવવા, અને સર્વે તીર્થયાત્રાનું ફળ મેળવવા તે ભગવાનનું ધ્યાન કરો. તેવું કરનારા જન્મ - મરણના 84 લાખ ફેરા માંથી તત્કાળ ઉગરી જશે. અને તેમને આ નશ્વર, ભૌતિક દેહમાં ફરી નહિ આવવું પડે.

 

◉  શાસ્ત્રની લિંક -

1. Click here to read 🡭

2. Click here to read 🡭

14. શ્રીમદ્ ભાગવત 11.5.31

 

इति द्वापर उर्वीश स्तुवन्ति जगदीश्वरम् ।
नानातन्त्रविधानेन कलावपि यथा श‍ृणु ॥ ३१॥

 

અગાઉ જણાવ્યા અનુસાર દ્વાપરયુગના લોકો જગદીશ્વરની સ્તુતિ કરતા હતા. હવે, પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણ કળિયુગમાં અવતીર્ણ થશે ત્યારે વિધિ વિધાનથી લોકો તેમનું કેવી રીતે પૂજન, અર્ચન, ઉપાસના કરશે તે જણાવું છું. ધ્યાનથી સાંભળો.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

15. શ્રીમદ્ ભાગવત 11.5.32

 

कृष्णवर्णं त्विषाकृष्णं साङ्गोपाङ्गास्त्रपार्षदम् ।
यज्ञैः सङ्कीर्तनप्रायैर्यजन्ति हि सुमेधसः ॥ ३२॥

 

કળિયુગમાં પ્રગટ થનાર ભગવાન, તેમની વાણીમાં વિશેષ રૂપે કૃષ્ણ ભગવાનનું વર્ણન કરતાં હશે. નીલમમાંથી નીકળતાં ઝળહળતાં પ્રકાશની માફક તેમનાં અંગો પ્રકાશિત હશે, અને તેમનાં વિગ્રહનો રંગ "અકૃષ્ણ" એટલે કે ગોરો હશે. તેમનાં અંગ-ઉપાંગો મનુષ્ય જેવાં જ હશે, જેના ઉપર તેઓ સુંદર આભૂષણો ધારણ કરશે. નામસ્મરણ જ તેમનું અસ્ત્ર હશે, અર્થાત તેઓ અસ્ત્ર ધારણ નહીં કરે, અને પાર્ષદો - સંતોએ સહીત વિચરણ કરતાં હશે. કળિયુગના બુદ્ધિમાન મનુષ્યો યજ્ઞો દ્વારા તેમનું આરાધન કરશે, તેમનાં ગુણ, લીલા આદિનું ગાન કરશે અને તેમનાં નામનું સંકીર્તન કરશે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

16. શ્રીમદ્ ભાગવત 11.5.33

 

ध्येयं सदा परिभवघ्नमभीष्टदोहं
तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यम् ।
भृत्यार्तिहं प्रणतपाल भवाब्धिपोतं
वन्दे महापुरुष ते चरणारविन्दम् ॥ ३३॥

 

તે ભગવાનનાં ચરણાર્વિન્દ સદાય ધ્યાન કરવા યોગ્ય છે, તે ચરણાર્વિન્દોનું ધ્યાન મોહ-માયાને લીધે ઉદ્ભવતી ભૌતિક જીવનની ચિંતાઓને દૂર કરી દે છે અને ભક્તોને ભૌતિક અને આધ્યાત્મિક તમામ મનોવાંછિત ફળોનું પ્રદાન કરે છે. ભગવાન તેમનાં તે ચરણાર્વિન્દ દ્વારા તીર્થોમાં વિચરણ કરી તીર્થોને પણ તીર્થત્વ આપશે, અર્થાત્ તેમને પુનર્જીવિત કરશે, માટે તે પરમ તીર્થસ્વરૂપ છે. મોટા મોટા દેવો તેમને નમસ્કાર કરશે. ગમે તેવા પુણ્યશાળી કે પાપી જીવો તેમના શરણે આવશે, તેમના કોઈ પણ દુર્ગુણો જોયા સિવાય તેમનો નાનો અમથો પણ ગુણ ખૂબ જ મોટો માનીને, પ્રેમથી તેમને સ્વીકારી લેશે. શરણમાં આવનાર જીવોના અનેક જન્મોના કર્મ અને તેમના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલ તમામ કષ્ટ તેઓ કેવળ કૃપાથી દૂર કરી દેશે. તેમનું શરણ જ ભવસાગર પાર કરવાનું ઉત્તમ માધ્યમ છે. હે મહાપુરુષ! આપના તે ચરણાર્વિન્દોમાં હું પ્રણામ કરું છું.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

17. શ્રીમદ્ ભાગવત 11.5.35

 

एवं युगानुरूपाभ्यां भगवान् युगवर्तिभिः ।
मनुजैरिज्यते राजन् श्रेयसामीश्वरो हरिः ॥ ३५॥

 

હે રાજન! આ રીતે દરેક યુગોના મનુષ્યો, પોતપોતાના યુગોની રીત અનુસાર, તેમને જે સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ થઇ હોય તે સ્વરૂપે, તે - તે નામ થી, વિભિન્ન પ્રકારે તેમની આરાધના કરે છે. આમાં સંદેહ નથી, કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ સર્વે પુરુષાર્થોના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી હરિ જ છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

18. શ્રીમદ્ ભાગવત 11.5.38-39

 

कृतादिषु प्रजा राजन् कलाविच्छन्ति सम्भवम् ।
कलौ खलु भविष्यन्ति नारायणपरायणाः ।
क्वचित्क्वचिन्महाराज द्रविडेषु च भूरिशः ॥ ३८॥
ताम्रपर्णी नदी यत्र कृतमाला पयस्विनी ।
कावेरी च महापुण्या प्रतीची च महानदी ॥ ३९॥

 

હે રાજન! સત્યયુગ, ત્રેતા અને દ્વાપરના રહેવાસીઓને આ કળિયુગમાં જન્મ લેવાની તીવ્ર ઈચ્છા રહે છે; કારણ કે આ કળિયુગમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ અને તેમનો આશ્રય કરનારા અનેક ભક્તો જન્મ લેશે. આ ભક્તો અનેક સ્થાનો પર હશે, અને ઘણા ભક્તો દ્રવિડ દેશમાં એટલે કે દક્ષિણ ભારતમાં પણ જોવા મળશે; જ્યાં તામ્રપર્ણી, કૃતમાલા, પાયસ્વિની, સૌથી પવિત્ર કાવેરી, મહાનદી અને પ્રતિચી નામની નદીઓ વહે છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

19. શ્રીમદ્ ભાગવત 11.5.36

 

कलिं सभाजयन्त्यार्या गुणज्ञाः सारभागिनः ।
यत्र सङ्कीर्तनेनैव सर्वस्वार्थोऽभिलभ्यते ॥ ३६॥

 

કળિયુગમાં તે ભગવાનના માત્ર નામ સંકીર્તનથી જ ભૌતિક અને આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. અને તેથી જ, કળીયુગનો આ લાભ જાણવાવાળા બુદ્ધિમાન મનુષ્યો કળિયુગના યથાર્થ મહત્વને સમજે છે અને આ યુગને ઘણો પ્રેમ કરે છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

20. શ્રીમદ્ ભાગવત 11.5.37

 

न ह्यतः परमो लाभो देहिनां भ्राम्यतामिह ।
यतो विन्देत परमां शान्तिं नश्यति संसृतिः ॥ ३७॥

 

દેહાભિમાની જીવ અનાદિ કાળથી સંસારચક્રમાં ભટકતા આવ્યા છે. આ જન્મ - મરણ ની જાળમાંથી મુક્ત થવા અને હૃદયમાં થયેલ અશાંતિને દૂર કરી, પરમ શાંતિનો અનુભવ કરવા, તે ભગવાનનાં લીલા ચરિત્રો ગાવાં, તેમનાં મહિમાની વાતો કરવી અને તેમનું નામ સ્મરણ કરવું - તે જ સર્વશ્રેષ્ઠ ઉપાય અને લાભ છે.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

21. શ્રીમદ્ ભાગવત 10.50.9-10

 

एतदर्थोऽवतारोऽयं भूभारहरणाय मे ।
संरक्षणाय साधूनां कृतोऽन्येषां वधाय च ॥ 10.50.9


अन्योऽपि धर्मरक्षायै देहः सम्भ्रियते मया ।
विरामायाप्यधर्मस्य काले प्रभवतः क्वचित् ॥ 10.50.10

 

પૃથ્વીનો ભાર ઉતારવા, સાધુઓનું રક્ષણ કરવા અને દુષ્ટોનો સંહાર કરવા જ મેં (કૃષ્ણ) અવતાર ધર્યો છે. અને ભવિષ્યમાં પણ ધર્મની રક્ષા કરવા અને કોઈ સમયે ઉત્પન્ન થતા અધર્મનો નાશ કરવા હું બીજા દેહ પણ ધારણ કરીશ.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

22. શ્રીમદ્ ભાગવત 7.9.38

 

इत्थं नृतिर्यगृषिदेवझषावतारै-
र्लोकान् विभावयसि हंसि जगत्प्रतीपान् ।
धर्मं महापुरुष पासि युगानुवृत्तं
छन्नः कलौ यदभवस्त्रियुगोऽथ स त्वम् ॥ ३८॥

 

હે પુરુષોત્તમ! આ પ્રકારે આપ મનુષ્ય, પશુ-પક્ષી, ઋષિ, દેવતા અને મત્સ્ય વગેરેનું રૂપ ધારણ કરીને વિભિન્ન વિશ્વોનું પાલન કરો છો, અને જગતના શત્રુઓનો સંહાર કરો છો. આ અવતારો દ્વારા, તમે સત્યયુગ, ત્રેતા અને દ્વાપર - આ ત્રણ યુગોમાં ધર્મની રક્ષા કરવા માટે પ્રગટ થાઓ છો, તેથી તમારું એક નામ "ત્રિયુગ" પણ છે. પરંતુ કળિયુગમાં તમે ગુપ્ત રીતે રહો છો, અર્થાત્ તમારું ભગવાનપણું ગુપ્ત રીતે જાહેર કરો છો.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭

23. બ્રહ્મવૈવર્ત પુરાણ, ખંડ 4 એટલે કે કૃષ્ણ જન્મ ખંડ અથવા રાધા-કૃષ્ણ ખંડ, પૂર્વાર્ધ, 22.48

 

अंशेन ज्ञानिनां श्रेष्ठौ नरनारायणावृषी |
त्वं च धर्मसुतो भूत्वा लोकविस्तारकारक: || ४८

 

આપ, ભગવાન નરનારાયણ સ્વયં ધર્મદેવના પુત્રરૂપે કળિયુગમાં અવતાર લેશો. આપ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હશો, અને પોતાના અલ્પ અંશ સામર્થ્યથી જ સમગ્ર લોકોનો ઉદ્ધાર કરશો.

 

◉ શાસ્ત્રની લિંક - Click here to read 🡭
પાના નં. PDF #158

 

Coming Hindu Festival
📆  26-Sep-2023, Tuesday
🔸
જળજીલણી એકાદશી
🔸
દુગ્ધ વ્રતારંભ
🔸
શ્રી ગણપતિનો વરઘોડો
🔸
વડતાલધામમાં સમૈયો
🔸
વામન જ્યંતીની આરતી મધ્યાહ્ને કરવી
📆  28-Sep-2023, Thursday
🔸
શ્રી ગણેશ વિસર્જન
📆  29-Sep-2023, Friday
🔸
એકમનું શ્રાદ્ધ.
🔸
ભાગવત સપ્તાહ સમાપ્ત
🔸
મુકુટોત્સવ પૂનમ
📆  30-Sep-2023, Saturday
🔸
બીજનું શ્રાદ્ધ
📆  01-Oct-2023, Sunday
🔸
ત્રીજનું શ્રાદ્ધ
📆  02-Oct-2023, Monday
🔸
ચોથનું શ્રાદ્ધ
🔸
શ્રી ધર્મદેવનું શ્રાદ્ધ
🔸
સંકષ્ટ ચતુર્થી
🔸
ગાંધી જયંતી